________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
પિતાની કામના અને વાસનાઓને ઘડીભર અળગી કરી શાંત ચિત્તે પિતાનાં પાપોનું પ્રાયશ્ચિત કરે, આત્મસ્વરૂપની વિચારણ કરવા ચિત્તવૃત્તિને અંતર્મુખ કરે તે તેમાં કુદરત પણ સહાયક થાય એ નિર્વિવાદ છે. એટલાજ માટે સંધ્યા જેવા શાંત અને રમણીય પ્રસંગને ધર્મકાર્ય અર્થે ખાસ પસંદગી, આપવામાં આવી છે.
શિષ્ય તે હવે સંધ્યા સમયે ક્યા ક્યા વ્યાપાર ખાસ કરીને વર્જવા તે ટુંકમાં જણાવે.
---શાસ્ત્રાજ્ઞા એવી છે કે જે સંધ્યા સમયે નિદ્રા કરે તે લક્ષ્મીને નાશ થાય, મૈથુન કરે તે દુષ્ટ ગર્ભની ઉત્પત્તિ થાય, ભણે તે પાઠમાં ખામી રહે અને ભેજન કરે તે રોગ થાય, માટે એટલા વાનાં સાંજે ન કરવાં.
શિષ્ય–ધર્મકાર્યને માટે સંધ્યા સમય બહુજ અનુકૂળ છે તે હું કબુલ કરું છું, પણ આપે શાસ્ત્રાજ્ઞાનું નામ લઈ જે આપત્તિઓ જણાવી તેમાં વિશ્વાસ બેસતો નથી.
સૂરિ–તે ભય અથવા આપત્તિઓ છેક કાપનિક છે, એમ માની લેવાની ઉતાવળ કરવી એ ઉચિત નથી. આપણે જે પૃથ્વી ઉપર વસીએ છીએ તે પૃથ્વી એક પ્રકારને ગ્રહ છે, તેની આસપાસ બીજા ગ્રહો પણ નિરંતર ગતિમાન રહ્યા કરે છે, એ તમામ ગ્રહોની સારી માઠી અસર આપણા ઉપર એટલે કે પૃથ્વી નિવાસીઓ ઉપર થાય એમાં અશ્રદ્ધા લાવવા જેવું શું છે? જ્યોતિષવિદ્યાના આચાર્યો બળ, બુદ્ધિ, પરિવાર અને સંપત્તિ
For Private And Personal