________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. શિષ્ય–સંધ્યા પછી આહાર-પાણી સુદ્ધાં નહીં લેવાને જે નિયમ બાંધવામાં આવ્યું છે, તેની ઉપકારકતા હવે એકમતે સ્વીકાર પામતી જાય છે.
– પશુ-પક્ષીની સૃષ્ટિને અને તેમની જીવન–પ્રવૃત્તિને અભ્યાસ કરવાથી એટલું તે ખુલ્લું જણાઈ આવે છે કે રાત્રીને સમયે આહાર-પાન ઇત્યાદિમાં ઉત્સુક્તાવાળું રહેવું, એ મનુષ્ય જેવા બુદ્ધિમાન પ્રાણીને માટે બહુ જ અનુચિત છે. પક્ષીઓ કુદરતી પ્રેરણને વશીભૂત થઈ સંધ્યા પછી આહાર –પાનાદિને સર્વથા પરિત્યાગ કરે છે. મનુષ્ય જ માત્ર પોતાની ઉદ્દામ વાસના અને જીલ્ડા–ચાપત્યને રેકી શકતા નથી. તેઓ તીવ્ર બુદ્ધિની જાળમાં ફસાઈ પ્રકૃતિના નિયમનું પણ ઉલ્લંઘન કરી જાય છે. આનું ફળ તેઓ પ્રાય: પ્રત્યક્ષ જુએ પણ છે.
શિષ્ય–કેટલાક દદીઓને સાયંકાળ પહેલાં ભજન લઈ લેવાનું વૈદ્ય તથા ચિકિત્સકે ફરમાવે છે એને મને અનુભવ છે.
સૂરિ–શાસ્ત્રમાં તે એટલે સુધી કહેવામાં આવ્યું છે કે બે ઘડી એટલે દિવસ બાકી રહે તે વખતે ઋતુને તથા સંધ્યાકાળને ઉચિત એવા આહારથી ઘણી ઉત્સુકતા ન રાખતાં પરિમિત વાળુ કરી લેવું જોઈએ.
શિષ્યસૂર્યની વિદ્યમાનતામાં જ આહાર–પાનથી નિવૃત્ત થઈ જવાનું ખાસ કારણ શું હશે?
સૂરિ–પહેલું તે એજ કે સૂર્યના કિરણના સ્પર્શથી
For Private And Personal