________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
આવા લેકે સમાજને કેટલાબધા ભારે થઈ પડે તેને વિચાર પણ કરવો જોઈએ. તમે જ્યારે બુદ્ધિમાં ઉતરે એવા કારણે માગે છો ત્યારે જ હું આ બધી હકીક્ત તમારી આગળ મુકું છું. બાકી જ્યાં અનુકંપા-દયા અને માનવસેવાની ઉંચી ભાવના દીપી રહી હોય ત્યાં આવી દલીલેની જરૂર રહેતી નથી. વળી, વિચાર કરે કે આ જગતમાં પોતાનું પેટ કેણુ નથી ભરતું? જે ઘણા લેકેને આધાર આપે તે જ ખરેખર પુરૂષાથી નર કહેવાય. - શિષ્ય—પણ ભેજન પહેલાં કઈ અતિથિ કે દીનયાચક ન હોય તે?
સૂરિ—એ તે હું પ્રથમ જ કહી ગયા કે સુપાત્રને વેગ ન હોય તે શ્રદ્ધા પૂર્વક એવા અતિથિની ભાવના ભાવી પિતાનું ભેજન લે છે. બાકી પોતાનું પેટ ભરનારા ઉદરંભરીએથી આ સંસારમાં શું કલ્યાણ થવાનું હતું ?
શિષ્ય–અન્નદાનને મહિમા આજે આપની કૃપાથી બરાબર સમજાયે. દરેક ગૃહસ્થ ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી અને નિર્ધનને વસ્ત્રનું દાન આપવું જોઈએ, એથી દયાભાવની નિર્મળતા થાય છે. એટલું જ નહીં પણ સમાજ અને સંસારની વ્યવસ્થા પણ કમસર જળવાઈ રહે છે. ' સૂરિ–ગૃહસ્થના જે દસ પ્રકારના ધર્મ કહ્યા છે, તેમાં દયા અને દાનને અગ્રપદ આપવામાં આવ્યું છે, તેનું પણ એજ કારણ છે. દીન જનને ઉદ્ધાર કરે, કેઈની જોડે મત્સર
For Private And Personal