________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૭
વિવેક વિલાસ.
ફેરફાર થાય તેમ હોય તે એ નિંદા કે સ્તુતિની કઈક કીમત આંકી શકાય, પણ વધારે નીમક નાંખવાથી પદાર્થ ખારા થાય અને વધારે શર્કરા નાંખવાથી વસ્તુ સ્વાદિષ્ટ થાય એ સત્ય જો અખાષિત છે તે પછી આપણે નિંદા કરીએ કે પ્રશંસા કરીએ તેથી વિશેષ શુ ફળ મળવાનું હતું ?
શિષ્ય—એ વાત તે સત્યજ છે કે આપણી નિંદા કે સ્તુતિથી મૂળવસ્તુના સ્વભાવમાં કાંઇ ફરક પડી શકે તેમ નથી; પરંતુ સારી વસ્તુને સારી અને ખરાબ વસ્તુને ખરાબ કહેવી એમાં કાંઇ હરકત ખરી ?
સરિ—તમે પેલી રાજાવાળી વાર્તા તા સાંભળી જ હશે ! કે તેના હજુરીયાએએ વેગણ ( રીંગણા ) ની રાજા પાસે એટલી બધી પ્રશંસા કરી અને એ પ્રશંસા સાંભળી રાજાજીએ એટલા ખધા વેંગણ ખાધા કે છેવટે એ રાજાને તેની શારીરિક સજા સહન કરવી પડી. વળી એક ખાવાજીએ કઢીના સ્વાદથી આકોઇ એટલી બધી કઢી પીધી કે છેવટે તેમને વમન કયે જ છુટકા થયા. કહેવાની મતલબ એટલીજ છે કે કાઇ પણ વસ્તુમાં વધારે પડતા રાગ કે તિરસ્કાર ન હેાવા જોઈએ. ભાજન એજ કાંઇ મનુષ્યના જીવનના અંતિમ હેતુ નથી. નવા અને અલ્પ બુદ્ધિવાળા માણસેાજ ભાજનની નિંદા કે અતિ સ્તુતિ કરે છે. બાકી ડાહ્યા માણસે તે એવા વિષયમાં સમભાવજ રાખે છે. શિષ્ય—ભાજનમાં પાણી પીવાના કઇ નિયમ છે ? સૂરિ—અર્ધ ભાજન થઈ રહ્યા પછી ઘેાડું પાણી પીવુ
For Private And Personal