________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૯૯
હું ધારું છું કે જે ઝેરના લક્ષણો અને ચિન્હ સારી રીતે જાણવામાં આવી ગયા હોય તો સ્વાથી અને પ્રપંચી માણસોની કપટજાળ ખુલ્લી થયા વિના રહે નહીં.
સૂરિ–ઝેર ભેળવેલું છે કે નહીં તે જાણવાના ઘણું લક્ષણે શાસ્ત્રમાં મળી આવે છે. પ્રથમ લક્ષણ તે એ છે કે ઝેરવાળું અન્ન એકદમ ચડતું નથી અને ચડી જાય છે તે પાછું તુરતમાંજ વાશી જેવું થઈ જાય છે. ઠરી ગયા પછી પણ તે પિતાના સ્વાભાવિક વર્ણ, ગંધ અને રસને છોડી દે છે.
શિષ્ય–ચટણી કે રાયતા જેવા વ્યંજનમાં તે મળેલું હોય તો?
સૂરિ–તે તે ક્ષણ માત્રમાં સૂકાઈ જાય છે. ઉકાળે જે ઝેર મિશ્રિત હોય છે તે તેને રંગ કાળે પડી જાય છે, પણ આવે છે, પરપોટા વળે છે અને અંદર લીંટીઓ પડી જાય છે.
શિષ્ય-ઘી-દૂધ તથા પાણીમાં ઝેર મળેલું હોય તો તે શી રીતે પારખી શકાય?
સુરિધી જેવા રસમાં મળેલું હોય તે તેમાં લીલા રંગની લીંટીઓ થઈ જાય, દૂધમાં મળેલું હોય તે લાલ, મદ્ય તથા પાણીમાં મળેલું હોય તે કાળી અને દહીંમાં મળેલું હોય તે પણ શ્યામ લીંટીઓ થઈ જાય એ સામાન્ય નિયમ છે,
શિષ્ય–બીજા પદાર્થોમાં વિષ ભળેલું હોય તે તે શી રીતે પારખી શકાય?
સૂરિ—છાસમાં ઝેર હોય તે તેમાં ગળી જેવા રંગની
For Private And Personal