________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
તથા પીળી લીંટીઓ પડે, દહીં ઉપરની તરમાં હોય તો કબુતર અને હોલાના રંગ જેવી છાંય પડે, પ્રવાહી ઔષધમાં ઝેર હોય તે તેમાં કાબરચિત્રી લીંટીઓ પડે, તેલમાં હોય તે લાલ લીંટીઓ પડે, ચરબીના જેવી દુર્ગધી પણ આવે, અને કાચા ફળમાં હોય તે તે તત્કાળ કૃત્રિમપણે પાકી જાય, પાકેલા ફળમાં ઝેર હોય તે તરત તે સડી જાય, લીલી વસ્તુ સુરતમાં જ કરમાઈ અને સંકેચાઈ જાય, સુકાઈ ગયેલા ફળમાં હોય તે તે કાળાં અને વિચિત્ર રંગવાળા બની જાય, કઠણું ફળમાં ઝેર મળેલું હોય તે તે નરમ થાય અને નરમ હોય તે કઠણ થઈ જાય, કુલની માળાને વિષને સ્પર્શ થયો હોય તે તે જલદી કરમાઈ જાય છે અને બરાબર ખીલવા પામતી નથી. પુષ્પો પિતાની સ્વાભાવિક વાસ ગુમાવી દે છે. ઓઢવાના અને પાથરવાનાં કપડામાં ઝેર ખરડ્યું હોય તે તેમાં કાળા ડાઘા પડી જાય.
શિષ્ય—પાત્ર અર્થાત્ વાસણોને પણ કઈ કઈ વાર ઝેર લગાડવામાં આવે છે.
સૂરિધાતુના તથા રત્નનાં પાત્રે ઝેરથી મેલાં થઈ જાય છે. સુવર્ણનાં પાત્રની તમામ શોભા વિષથી અદશ્ય થઈ જાય છે. મતલબ કે તેની કાંતિ અને કમનીયતા હણાઈ જાય છે.
શિષ્ય–અગ્નીમાં નાખવાથી પણ ઝેરની પરીક્ષા થઈ શકે છે એ વાત સત્ય છે?
રિ–ઝેરવાળી વસ્તુ અગ્રીમાં નાંખવામાં આવે તે તે અગ્નીની જવાળામાં ભમરીઓ પડતી હોય એવો દેખાવ થાય છે,
For Private And Personal