________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૫૮
વિવેક વિલાસ. હોય, તેને શાસ્ત્રમાં અતિથિના નામથી ઓળખવામાં આવે છે. બાકીનાને મહેમાન અથવા પણ શબ્દથી સંબોધવામાં હરકત નથી. જો કે યાચક અને દીન જન પણ પ્રસંગે પાત આવી ચડે છે, પરંતુ તેમની ગણત્રી મહેમાન કે અતિથિમાં થઈ શકતી નથી. શિષ્ય–અતિથિની સેવા શી રીતે થવી જોઈએ?
સૂરિ–સારા ગૃહસ્થો અતિથિને દેવ સમાન લેખી તેમને દરેક રીતે આદર-સત્કાર કરે છે. ભૂખ, તરસ કે એવા બીજા કેઈ ખાસ કારણ વિના અતિથિઓ બનતાં સુધી ગૃહસ્થને ત્યાં જતા નથી. એવા નિસ્પૃહી અતિથિઓની તન-મન-ધનથી યથાશક્તિ સેવા કરનાર ગૃહસ્થ અતિથિ તરફને ભારે આશિર્વાદ મેળવે એ સ્પષ્ટ જ છે. આવનાર અતિથિ ગમે તેવો પંડિત હોય કે મૂખ હેય, મિત્ર હોય કે શત્રુ હોય, પરંતુ તેને ખાનપાન આપવામાં કઈ પણ પ્રકારને સંકેચ ન રાખ.
શિષ્ય—પણ તે આપણું ગોત્રને કે સંપ્રદાયનો ન હોય તે?
સૂરિ–તેથી શું થઈ ગયું ? અતિથિ હેય તે પછી તેને ગોત્ર, સંપ્રદાય કે જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછવાની જરૂર રહેતી નથી. ખરા ધર્મનિષ્ઠ ગૃહસ્થ પિતાના ભેજન વખતે અતિથિની ખાસ તપાસ કરાવે છે. અને ગામમાં કે આસપાસમાં જે કોઈ અતિથિ હોય છે, તે તેને પ્રથમ ભેજન કરાવ્યા પછી જ પિતે પિતાનું ભજન લે છે. આવા અતિથિભક્ત સજજન મહેતું પુણ્ય ઉપાર્જવા ભાગ્યશાળી થાય છે.
For Private And Personal