________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. શિષ્ય–દીન અને યાચકજને આવે તે શું કરવું ?
સૂરિ–તેમને પણ યથાશક્તિ અન્નદાન કે એવી જાતનું બીજું દાન આપી સંતોષવા જોઈએ. સંસારમાં બનતાં સુધી કેઈ ભૂખ્યું કે તરસ્ય ન રહે, એજ સદ્ગહની મહટામાં મહેાટી ભાવના હોય છે.
શિષ્ય—અન્નદાનનું આટલું બધું માહાત્મ્ય શા માટે?
સૂર—તમે ગૃહસ્થ પુરૂષે અન્નની ઉપયોગિતા અને અન્નદાનનું માહાસ્ય ન સમજી શકે. જેમને માટે જમવાના અવસરે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભેજને તૈયાર રહેતા હોય, જેઓને ભૂખના અભાવે પણ વારંવાર જમવું પડતું હોય, તેઓ ભૂખ્યા માણસોનું દુઃખ શી રીતે સમજી શકે ? ભૂખ્યા માણસે ભૂખના દુઃખથી ઉશ્કેરાઈ કેવા કુકર્મો કરવા લલચાય છે અને સમાજની વ્યવસ્થામાં કેટલો ગોટાળે ઉભે કરે છે તેનું જ્ઞાન શ્રીમંતને કયાંથી હોય?
શિષ્ય આપનું તે કથન સત્ય છે. પણ અન્નદાનનું બુદ્ધિમાં ઉતરે એવું માહાસ્ય તે રહી જ ગયું!
સરિ–વાત એમ છે કે ભૂખથી રીબાતા માણસે પિતાની શુભ ભાવનાઓ જાળવી શકતા નથી, ભૂખને લીધે તેઓની ઇંદ્રિયો પણ એવી શિથિલ થઈ જાય છે કે તેઓ પિતાના મન ઉપર પુરેપુરો કાબુ રાખી શકતા નથી, તેમની ચિત્તની સમાધી તથા શાંતિ પણ ભુખને લીધે ખોવાઈ જાય છે. તત્કાળમાં જ જે. તેમને અન્ન જેવી ઉપયોગી સામગ્રી પુરી પાડવામાં ન આવે તે
For Private And Personal