________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. લેવી, પરંત જીભ ઉપરનો મેલ તે હમેશાં ઘસીને ઉતારે જે ઇએ દાતણ હોય તો તેના શરીઆ કરી જીભ સાફ કરવી, પછી ત ધોઈ શુદ્ધ ભૂમિ ઉપર નાંખી દેવી.
શિષ્ય–દાતણ હમેશાં ગમે તેવી અવસ્થામાં કરવું જ જોઈએ, એ કાંઈ નિયમ છે ?
સૂરિ નહીં. દાતણનો ઉદ્દેશ મુખશુદ્ધિને છે, વૈદ્યકવિજ્ઞાન કહે છે કે, ખાંસી-શ્વાસ–જવર, અજીર્ણ-
સે તૃષા મુખપાક તથા માથાના, નેત્રના, હૃદયના અને કાનના દુખાવામાં રેગીઓએ દાતણ ન કરવું જોઈએ. અલબત્ત મુખશુદ્ધિ કરવાની મનાઈ નથી.
શિષ્ય–કેટલાક નાક વાટે પાણી પીવાનું કહે છે તેને શું ઉદ્દેશ હશે?
સરિ- પ્રાતઃકાળમાં ધીરે ધીરે નાક વાટે ચેખું પાણી પીવાથી ઘણા રેગોને નાશ થાય છે. પ્રારંભમાં એમાં અભ્યાસ કરનારને જરા મુશ્કેલી જેવું જણાય છે. પણ ધીમે ધીમે એ મુશ્કેલી દૂર થઈ શકે છે. વૈદ્યકશાસ્ત્ર કહે છે કે, જે પુરૂષ હમેશાં નાક વાટે પાણુ ઉતારે છે, તેમના મુખમાં સુગંધી, સ્વરમાં સ્નિગ્ધતા તથા, ઇંદ્રિયમાં નિર્મળતા અને દેહમાં કોમળતા રહે છે. જુઓ, હાથીઓ નાક વાટે પાણી પીએ છે, તેથી તેઓ કેવા નીરોગી અને બળવાન્ રહી શકે છે? યોગીઓ આ વિષયનું માહાસ્ય બહુ વર્ણવે છે.
શિષ્ય–દંતધાવન પછી આપ કયા અગત્યના કાર્યને સ્થાન આપે છે ?
For Private And Personal