________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૩
દાતણ કયાં પહેલાં તથા પછી દંતશુદ્ધિ માટે શું કરવું જોઈએ, એ વિષય ભાગ્યે જ કોઈ જાણતું હશે.
શિષ્ય-અમે તે પ્રાત:કાળમાં ઉઠતાં જ દાતણ મહામાં નાંખી જરા ચાવ્યું–ન ચાવ્યું, કરી કહાડી નાખીએ છીએ. દાતણ કરવું એમાં તે વળી વિધિ કે શાંતિની જરૂર જ શી?
સરિ–પ્રાત:ક સંપૂર્ણ શાંતિ અને ઉદેશ પુર:સર જ થવા જોઈએ, એ વાત ઘણા લેકે ભૂલી ગયા છે. દાતણ મહામાં નાંખતા પહેલા પિતાની ટચલી આંગળીથી દાંતના પેઢાં ઘસવા જોઈએ. એમ કરવાથી પેઢાં મજબુત થાય છે. દાતણું પણ સીધું, ગાંઠ વિનાનું, સારે કૂચો થાય તેવું, જેને અગ્રભાગ કોમળ હોય એવું, બાર આંગળ લાંબુ, ટચલી આંગળી જેટલું જાડું, જાણીતા વૃક્ષનું તથા સારી ભૂમિમાં ઉગેલા વૃ ક્ષનું દાતણ મનુષ્ય પસંદ કરવું જોઈએ. દાતણને ટચલી આંગળી અને તેની જોડેની આંગળી એ બેની વચ્ચે પકડી, જમણી અથવા ડાબી દાઢે ધીમેથી સારી રીતે ઘસવું. દાંત ઘસતી વબતે બીજી વાતને તર્ક-વિતર્ક નહીં કરતાં, દંતશુદ્ધિજ લક્ષ બરાબર સચવાવું જોઈએ. દાતણ કરતી વખતે દાંતની આજુ બાજુના માંસને પીડા ન થાય એ ધ્યાનમાં રાખવું. દુર્ગધવાળું, અંદરથી પિલું, સુકું તથા મીઠું ખાટું-ખારું દાતણ વર્જવું જોઈએ.
શિષ્ય–દાતણ કદાચ ન મળી શકે છે? સૂરિ—દાતણના અભાવે કોગળાથી મુખશુદ્ધિ કરી
For Private And Personal