________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
ધ્વની ઉપજાવી રહી છે તે વણિક કુળના મંત્રીઓ સિવાય અન્ય કુળની હિમાયત હું કેવી રીતે કરી શકું? મંત્રીત્વ તે વણિકેનું જ કહેવાય છે. “વાણીયા વિના રાવણનું રાજ્ય ગયું” એમ જે કહેવાય છે તે એક રીતે વણિક મંત્રીઓની નીતિપરાયણતા અને શાસનપદ્ધત્તિની જ પ્રશંસા છે, એમ કહું તે ખેડું નથી. આજના વણિકના જેવા પૂર્વકાળના વણિકે પણ ભીરૂ, કાયર અને સ્વાર્થપરાયણ હશે એમ માની લેવું તે અજ્ઞાનતા છે. શિષ્ય–સેનાપતિમાં કયા ખાસ ગુણ હોવા જોઈએ?
સૂરિ–યુદ્ધનીતિને અનુભવી, અશ્વાદિ વાહને વાપરવામાં કુશળ તથા ધર્મ—નીતિને વળગી રહેનાર સેનાપતિ જ રાજની આબરૂ અને સહિસલામતી સંભાળી શકે છે. સેનાપતિમાં કર્તવ્યતત્પરતા અને સહનશીલતાના ગુણે બહુજ આવશ્યક મનાય છે. અને તેનું કારણ પણ સ્પષ્ટ જ છે. શારીરિક શ્રમથી જે સેનાપતિ કાયર થઈ જાય તે પોતાના માલેકને કદિ યશ અપાવી શકે નહીં.
શિષ્ય–રાજના એવા ઉચ્ચ માનવંતા પદો તે ભાગ્યશાળી પુરૂજ પ્રાપ્ત કરી શકે! જ્હોટે ભાગે સૌને પ્રથમ સામાન્ય નોકરીથી જ શરૂઆત કરવી પડે છે. આવા સામાન્ય કરેામાં ક્યા ખાસ ગુણો હોવા જોઈએ કે જેનાથી તે પોતે માન-મરતબામાં ઉન્નતિ કરી શકે ?
સૂરિ–ઠરેલ સ્વભાવવાળ, બુદ્ધિશાળી, મધુર વચન બોલનાર, પરાક્રમી, નિર્લોભી, પવિત્ર અંત:કરણવાળે, પિતાના
For Private And Personal