________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
વ્યાથી ઘેરાય છે. સલાકારો જે ગ્ય, વિદ્વાન અને અનુભવી હોય તો રાજતંત્ર ઘણી ફત્તેહમંદીથી ચાલી શકે છે. સલાહકારમાં મુખ્ય આગેવાન મંત્રી ગણાય છે. માટે એ મંત્રી કે હોઈએ?
સૂરિ–મંત્રી તે રાજા કરતાં પણ વિશેષ અનુભવી અને વિવેકી હૈ જોઈએ. પોતાના સ્વામી પ્રત્યે અહોનિશ વફાદાર રહેનાર, પરમ ઉત્સાહી, કૃતજ્ઞ, શ્રદ્ધાળુ, પવિત્ર, કોમળ અંત:કરણવાળ, ખાનદાન કુળને, શાસ્ત્રોના મર્મને જાણનાર, સત્યવાદી, વિનયવિવેક સંપન્ન, ઉદાર, વ્યસનરહિત, વૃદ્ધ પુરૂષ પ્રત્યે બહુમાન રાખનાર, આલસ્યરહિત, સાત્ત્વિક, બુદ્ધિશાળી, શૂરવીર, કાર્યકુશળ, સદાચરણપરાયણ, નિષ્પક્ષપાત તથા રાજનીતિમાં કુશળ એવે વંશપરંપરાએ ઉતરી આવેલા વણિક પુત્રને મંત્રી તરીકે નીમા જોઈએ.”
શિષ્ય–વણિક પુત્ર પ્રત્યે આપ કંઈક અધિક પક્ષપાત દર્શાવતા હે એમ લાગે છે!
સૂરિ—કદાચ તે પક્ષપાત પણ હોય. પરંતુ તે ગુણને અવલંબીને છે, એ ભૂલી જવાનું નથી. પ્રથમના સમયમાં વણિક પુએ જે કાર્યદક્ષતા, શૂરવીરતા અને ઉદારતાથી મંત્રીપદની સાર્થકતા કરી છે, તેને જે સવિસ્તર હેવાલ કહું તે વખત બહુ નીકળી જાય. ઈતિહાસમાં વણિકપુત્રના મંત્રીત્વને વિજયી વૃતાંત તમે પિતે જોઈ શકે તેમ છે. જેમને ઈતિહાસ આ ઉજજવળ છે અને જેમની કીર્તિ હજી આપણા કાનમાં પ્રતિ
For Private And Personal