________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. અને ગૃહસ્થોએ પોતાના નૃપતી પાસે શા માટે જવું જોઈએ ? રાજાની દરકાર આપણે શા માટે રાખવી જોઈએ ?
સૂરિ–તે તેમની ભૂલ છે. અહંકારી પુરૂષ ભલે રાજા પાસે ન જાય. પરંતુ સ્પષ્ટવક્તા અને નીતિપરાયણ ગૃહસ્થોએ રાજા પાસે જતાં લેશ માત્ર પણ સંકેચાવું નહીં જોઈએ. રાજને આશ્રય મળવાથી પિતાના કુટુંબને ઉદ્ધાર થાય છે. એટલું જ નહીં પણ તે નિમિત્તે પિતાના સમાજ અને ધર્મનું પણું કલ્યાણ સાધી શકાય છે.
શિષ્ય-ધર્મ અને સમાજનું કલ્યાણ કેવી રીતે સધાય?
સરિરાજા એ સર્વોપરિ સત્તાધીશ ગણાય છે. લાખ રૂપિયા ખર્ચવાથી ધર્મનું જે કાર્ય નથી થઈ શકતું, તે રાજાની સહેજ કૃપાથી થઈ શકે છે. નીતિપરાયણ ગૃહસ્થ જે રાજા પાસે જતાં-આવતાં રહે અને પિતાના ધર્મના સિદ્ધાંત અને આચારથી તેમને માહીતગાર બનાવે તે પ્રજાને અનેક જાતની સગવડે પ્રાપ્ત થાય. રાજા એ કાળનું કારણ ગણાય છે. અર્થાત્ તે જે કુશળ અને પ્રજાની અભિલાષાઓને જાણકાર હોય તે તે પોતે જમાનાને પણ ઉલટાવી શકે છે. ધર્મની પ્રભાવના કરવાના હેતુથી અથવા સમાજની ઉન્નતી કરવાના અભિલાષથી રાજાને તેમજ રાજના અમલદારને હળતા–મળતાં થવું તેમાં કાંઈ અનુચિતતા નથી.
શિષ્ય–આપ રાજાશ્રયની આટલી બધી પ્રશંસા કરો છે, તે પછી રાજા પણ ઉત્તમ લક્ષણે વાળ હવે જોઈએ ને?
For Private And Personal