________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કરિ શિષ્ય સંવાદ.
૪૯
સૂરિ—હું એમ કહેવા માગું છું કે વર્ષાકાળના મેઘથી જેવી રીતે વનશ્રી ખીલી નીકળે છે; તે પ્રમાણે ઉદ્યમ કરવાથી લક્ષ્મી વૃદ્ધિને પામે છે. પૂર્વભવનું પુણ્ય અને પુરૂષાર્થ એ અને ભેગાં લક્ષ્મીના કારણ છે. જેમ એક ચક્રથી રથ ચાલી શકતા નથી તેમ એકલા કર્મ કે પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થતી નથી. ગૃહસ્થાએ પ્રતિદીન ઉદ્યમશીલ રહેવુ જોઇએ.
શિષ્ય—આપની કૃપાથી આજે ઘણી વાતાના ખુલાસા થઈ ગયા. આપની સરળ અને નિરાડંબર વાણી પુન: પુન: સાંભળવા છતાં તૃપ્તી થતી નથી. નવા નવા પ્રશ્નો પૂછવાની જીજ્ઞાસા નિરંતર વધતી જ જાય છે, પરંતુ આજે કામ પ્રસંગે નગરના નૃપતિ પાસે જવાનુ હાવાથી આટલેથી જ પતાવવું પડે છે.
—ભલે. તેમાં હું વાંધા લેતા નથી. ચંદ્ર જેવી રીતે પોતાનું તેજ મેળવવા માટે સૂર્ય પાસે જાય છે, તેવી રીતે ડાહ્યા ગૃહસ્થો પાતાના કલ્યાણની સિદ્ધિ અર્થે પોતાના નૃપતી કે શેઠ પાસે જાય એમાં કાંઈ અચેાગ્ય નથી. આવતીકાલે આપણે રાજા કેવા હાવા જોઇએ અને પ્રધાન તથા શેઠ વિગેરેની પસંદગી કેવા પ્રકારે થવી જોઇએ તે વિષે વાર્તાલાપ કરીશું.
( ૪ )
શિષ્ય—આપે ગત પ્રસ ંગે રાજા–પ્રધાન–મંત્રી વિગેરે વિષે વિવેચન કરવાનું જે કહ્યું હતુ, તે આપના સ્મરણમાં જ હશે. કેટલાકને મે એમ કહેતા સાંભળ્યા છે કે વ્યાપારીઓ
૪
For Private And Personal