________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
મૂરિ શિષ્ય સંવાદ.
૨૫
બધું વૈચિત્ર્ય જોવામાં આવે છે. ઘણુંખરાં દુષ્કર્મો તથા પાપે મોટે ભાગે રાત્રીના સમયમાં જ થાય છે. આત્મઘાત જેવા અને પકૃત્યેનું પ્રમાણ ચક્કસ જતુમાં વધારે પડતું આવે છે એમ કેટલાક શેકેએ પુરવાર કર્યું છે કહેવાની મતલબ એ જ છે કે નક્ષત્ર વિગેરેના ફેરફારથી શરીર અને મન ઉપર તેની યથાયોગ્ય અસર થયા વિના રહેતી નથી. આપણે પૂર્વ અને વિદ્વાન આચાર્યોની દ્રષ્ટિમાં આ વાત આવી હતી અને તેથી તેમણે સૂક્રમમાં સૂક્ષ્મ પરિવર્તનને લક્ષમાં લઈ વિધિ-નિષેધ ઘડી રાખ્યા છે.
શિષ્ય–તે પછી એ વિધિ-નિષેધને લેશમાત્ર પણ ભંગ કરનારને તત્કાળમાં જ તેનું કટુ ફળ પ્રાપ્ત કરવું જોઈએ. પરન્તુ તેતો જોવામાં આવતું નથી.
સૂરિ–જ્યાં આખી જીંદગી અકુદરતી રીતે પસાર થઈ જતી હોય, ત્યાં ન્હાના-ન્હાના દેનું દુષ્પરિણામ જોવામાં ન આવે તે તદ્ધ બનવાજોગ છે. આજે તે શ્વાચ્છવાસની કિયાથી લઈ જીવનની તમામ ક્રિયાઓ લગભગ બેદરકારી અને અવિવેક પૂર્વક કરવામાં આવે છે. લેકેને એગ્ય વિધિપૂર્વક આહાર કરવાને કે શુદ્ધ વાયુ સેવવાને પણ અવકાશ ભાગ્યેજ મળતો હશે. પરિણામ એ આવ્યું છે કે લેકેના શરીરનાં બાંધા દિન-પ્રતિદિન નબળાં થતાં જાય છે, મનમાં અનેક પ્રકારના વિવૃત ભાવે સ્થાન લેતાં જાય છે અને તેની અસર આખા જમાના ઉપર થાય છે. મહામારી, અકાળમૃત્યુ તથા મેંઘવારી વિગેરે શું છે? એ બધું અસ્વાભાવિક જીવનનું જ પરિણામ છે.
For Private And Personal