________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૩૫
નથી પિતાનું કલ્યાણ કરી શકતા કે નથી અન્યનું કરી શકતા. એવા ગુરૂઓને મુકિતપુરીના અર્ગલાની જે ઉપમા આપે છે તે યથાર્થ જ છે.
શિષ્ય–જીજ્ઞાસુઓને યથાશક્તિ-મતિ સંતોષવા એ જેમ આપનું કર્તવ્ય છે તેમ આપના સંયમ–નિર્વાહમાં ભકિતપ્રીતિ પૂર્વક યથાશક્તિ સહાય કરવી એ અમારી પણ ફરજ છે એ ફરજ બજાવવામાં જે કોઈ જાતની ખામી આવી હોય અથવા કોઈ પણ પ્રકારનો અવિનય થયો હોય તે હું અંતઃકરણ પૂર્વક ક્ષમા માગી આજને માટે રજા લઉં છું.
સૂરિ–અસ્તુ, કાલે વળી તમને રસ પડે અને વ્યવહારજીવનમાં ઉપયોગી થાય એજ વિષય ચચીશું. આજે એ વાત એટલેથીજ સમાપ્ત કરીએ.
સૂરિ—આજે તમારા મુખના રંગ અને સુવાસ ઉપરથી તમે તાંબુલ ભક્ષણ કર્યું હોય એમ જણાય છે.
શિષ્ય–આપનું અનુમાન બરાબર છે. આપે જ એક વખત આયુર્વેદની દ્રષ્ટિએ કહ્યું હતું કે છએ રસના આધાર સ્વરૂપ, ઉષ્ણ, કાંતિપ્રદ, કફ-કૃમિ-દુર્ગધ અને વાયુને નાશ કરનાર, મુખને શોભા આપનાર એવા તાંબુલને જે માણસે ખાય છે તેના ઘરને શ્રીકૃષ્ણના ઘરની પેઠે લક્ષ્મી છેડતી નથી.
સૂરિ—બીજું એની સાથે મેં શું કહ્યું હતું તે યાદ છે કે ? શિષ્યનાબુલથી મુખની શુદ્ધિ થતી હોવાથી નિદ્રા,
For Private And Personal