________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૩૭
કુલ સરખા, જળ વિનાના તળાવ સરખા અને જીવ વિનાના કલેવર સરખે નિર્ધન માણસની કોણ સેવા કરે.
સૂરિ–પરન્તુ એટલા ઉપરથી ગમે તે રીતે દ્રવ્યનું ઉપાર્જન કરવું જ જોઈએ એ અર્થ કાઢવાનું નથી. દ્રવ્ય અલબત્ત ગૃહસ્થને માટે ઉપયોગી છે, પરંતુ તે દ્રવ્ય પ્રાપ્ત કરવામાં જે સાધન વાપરવામાં આવે તે તદ્દન નિર્દોષ અને નિષ્પાપ હોવા જોઈએ. ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય એજ યથાર્થ દ્રવ્ય છે. બાકી અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય એ તો પાપને પિટલો જ સમજ.
શિષ્ય એક માણસ અન્યાયથી દ્રવ્યોપાર્જન કરી તેને ઉપગ ધર્મકાર્યમાં કરે છે?
સૂરિ–એવી દલીલ તમારા જેવા ગૃહસ્થ અને સાધુને સહવાસ સેવનારા પુરૂએ કરવી એ ઉચિત નથી. બુદ્ધિશાળી માણસે ધર્મને કોઈ પણ પ્રકારનો વિરોધ ન આવે એવી રીતે કુલની મર્યાદા સાચવતા થકા પરિશ્રમથી પૈસો પ્રાપ્ત કરે છે. ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જ ધર્મકાર્યમાં વપરાવા ગ્ય છે. તેવું થોડું દ્રવ્ય પણ મહાન કલ્યાણ સાધી શકે છે, જ્યારે એથી ઉલટું અધર્મથી કમાયેલું દ્રવ્ય ઘણું વાપરે તે પણ તે નિષ્ફળ જ જાય છે.
શિષ્ય–ગૃહસ્થાએ દ્રોપાર્જન કરવું જ જોઈએ, એવે કંઈ નિયમ છે?
સૂરિ–એક ગૃહસ્થ કેટલે પુરૂષાથી છે તે તેની દ્રવ્ય
For Private And Personal