________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૮
વિવેક વિલાસ.
પાર્જન કરવાની શક્તિ ઉપરથી સામાન્યતઃ સૂચવાય છે. જો કે એજ એક માત્ર પુરૂષાર્થ છે એમ માની લેવાનું નથી. સંસારમાં જે ગૃહસ્થ દ્રવ્ય વિના દરિદ્ર દશા ભેગવે છે તે જીવતાં છતાં મુવા જે ગણાય છે. વળી કહ્યું પણ છે કે સુગંધી વિનાના કુલ જેવા, જળ વિનાના તળાવ જેવા અને જીવ વિનાના કલેવર જેવા નિધન માણસની કેણ સેવા કરે ? સારાંશ એ છે કે જગતના આદર–માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા હોય તે ગૃહસ્થાએ યથાશક્તિ દ્રપાર્જન કરવું જોઈએ.
શિષ્ય–જેઓ આંખો મીંચીને કેવળ દ્રવ્યસંચય કર્યો કરે છે તેને “ભી” “કંજુસ” અને “ભવાભિનંદી” કહી લેકે નિદે છે, તેનું શું કારણ હશે ?
સૂરિ-સંચયની સાથે જે ત્યાગ ન હોય તો તે સંચય સુખ આપવાને બદલે ઉલટે દુખદાયક જ થઈ પડે છે. જેઓ ઉપાર્જન કરેલા દ્રવ્યને ઉપયોગ પોપકારાર્થે નથી કરી શકતા તેમને લેકે કંજુસ અને લોભી કહે એમાં કાંઈ આશ્ચર્ય નથી દ્રવ્યને સંચય એટલા માટે કરવાને છે કે તેને, ઈચ્છામાં આવે
ત્યારે સદુપયોગ કરી શકાય. તેને બદલે જે દ્રવ્ય જ આપણી વિવેકબુદ્ધિને મુંઝવી નાંખે અને ગુલામ જેવી સ્થિતિમાં મુકી દે તે પછી એ દ્રવ્યની વાસના જ સંસારમાં ભમાવી મારે છે.
શિષ્ય–તે કેવી રીતે?
સૂરિ—સૌ કોઈ જાણે છે કે દ્રવ્ય પાર્જન કરવા માટે મોટા આરંભ-સમારંભે કર્યા વિના ચાલતું નથી. આવા આ
For Private And Personal