________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
શકે છે. મુખગણિતમાં પણ તેને છુટથી ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે તર્જની આંગળીથી માંડીને ચાર આંગળીઓ ગ્રહણ કરવાથી અનુક્રમે એક, ત્રણબે, અને ચાર એવી સંજ્ઞા થાય છે. તેની સાથે અંગુઠે લીધાથી પાંચની સંજ્ઞા થાય છે. તેવી જ રીતે કનિષ્ઠા આંગળીથી માંડીને ચાર આંગળીઓના તળને સ્પર્શ કરવાથી અનુક્રમે છે, સાત, આઠ અને નવની સંજ્ઞા તથા તજનીને વિષે સ્પર્શ કરે તે દેશની સંજ્ઞા જાણવી. તેજ આંગળીએના નખોને સ્પર્શ કરવાથી અનુક્રમે અગ્યાર, બાર, તેર અને ચાદની સંજ્ઞા અને હથેલીને સ્પર્શ કરવાથી પંદરની સંજ્ઞા જાણવી. આવી રીતે હજાર–લાખ અને કોડની પણ ગણતરી થઈ શકે છે. શિષ્ય—આપે કહ્યું કે મિત્રતા અને સંબંધ સાચવી રાખવા હોય તે મિત્રો અને સંબંધીઓ સાથે પૈસા સંબધી લેવડ– દેવડને બહુ વ્યવહાર ન રાખવે. આ વાત લગભગ તમામ વ્યવહારીઓને અનુભવમાં આવી ગઈ હોય છે, ઘણે સ્થળે એવા વ્યવહારથી મિત્રતા અને સંબંધને લેપ થયે છે એટલું જ નહીં પણ નાણાની બરબાદી પણ થયેલ છે.
સૂરિ–એવાં બીજાં પણ સ્થળે છે કે જ્યાં વ્યવહાર બાંધતાં પહેલાં પરિણામનો પુખ્ત વિચાર કરી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે એટલું કહેવું બસ થશે કે લક્ષ્મીની વાંછાવાળો વ્યાપારી બનતા સુધી કરિયાણું નજરે નિહાળ્યા વિના બાનુ આપી દેતું નથી એટલું જ નહીં પણ કરિયાણું દીઠા
For Private And Personal