________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ પછી પણ બીજા ઘણું વ્યાપારીઓની સાથે બીન આપવાનું વાજબી માને છે. વ્યવહારકુશળતા એ વ્યાપારીઓને માટે બહુજ આવશ્યક છે. તેની સાથે પ્રતિષ્ઠાને ખ્યાલ જે રાખવા માં ન આવે તે એ કુશળતાની કિમત એક કુટી બદામ જેટલી પણું અંકાતી નથી. મતલબ કે દ્રવ્યની સહિસલામતી અને આબરૂ એ બે વાનાં વ્યાપારમાં સંપૂર્ણ રીતે સચવાવા જોઈએ.
શિષ્ય—એક તે મિત્રો અને બીજા સંબંધીઓ સાથે બહુ વધારે પડતો દ્રવ્ય-વ્યવહાર ન રાખવે તેવા બીજા પણ સ્થાને હશે ખરા ?
રિ–શસ્ત્રધારી લેકે સાથે, નટની સાથે વેશ્યાસકત, જુગારી અને વ્યસની પુરૂષો સાથે ઉધારને વ્યવહાર રાખવાથી પણ કઈકવાર આફત આવી પડે છે. વળી પુણ્યને અથી પુરૂષ ધર્મને હાની પહેચે અને કુટુંબની નિર્મળ કીર્તિને કલંક લાગે એવે વ્યાપાર ગમે તેવા લાભની આશાથી પણ કરતો નથી.
શિષ્ય—કેટલાક વણિકો ખોટાં તેલાં અને માપ રાખી ધનોપાર્જન કરે છે તેમના સંબંધમાં આપને શું અભિપ્રાય છે?
સૂરિ–એવા વણિકે વ્યાપારીની નિર્મળ કીર્તિને મહાન કલંક લગાડે છે. ખેટાં કાટલાં રાખી સમાજને છેતરનાર વણિક હેલ-હેડે તેનું દુષ્પરિણામ પ્રાપ્ત કર્યા વિના રહેતું નથી. છતાં ધારો કે ક્ષણ ભરને માટે તે ધનવાન થાય તે પણ તે ધન નષ્ટ થતાં વાર લાગતી નથી. જેવી રીતે તપેલી કે તાવડી ઉપર
For Private And Personal