________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪
વિવેક વિલાસ. સુધી આડું એક સુત્ર, જમણા ઢીંચણથી ડાબા બંધ સુધી બીજું સૂત્ર, ડાબા ઢીંચણથી જમણા ખંધ સુધી ત્રીજું સૂત્ર અને નીચેથી મસ્તક સુધી ચોથું સૂત્ર એ ચારે સૂત્રનું પ્રમાણ સરખું આવે તે પ્રતિમા સમચતુરસ કહેવાય. બે ઢીંચણ વચ્ચે આડું સૂત્ર દેવું અને સૂત્રથી નાભિ સુધી એક કંબિકા રાખવી. એ રીતે નાભિથી સૂત્ર સુધી અઢાર આંગળનું પ્રમાણ જોઈએ.
શિષ્ય–પ્રતિમાની અને મંદિરની રચનામાં આટલી બધી કળા-કુશળતાની જરૂર પડે છે તે તે હું આજે જ સમ
જે એટલી કળા-કુશળતાથી પ્રતિમા તથા મંદિર ન રચાય તે તે ભક્તજનોના ચિત્તને આહલાદક ન થાય એ સ્વાભાવિક છે. જુના સમયની પ્રભાવશાળી પ્રતિમાઓ જોતાં આત્મામાં જે ઉલ્લાસ વ્યાપી રહે છે તે આપે કહ્યા તેવા કારણેને જ આ ભારી હશે એવી હવે મને ખાત્રી થાય છે. ધન્ય છે તે પૂર્વના પ્રતિભાવશાળી કળા અને ધર્મ ધુરંધર આચાર્યોને કે જેમની કૃપાથી આજે પરમેપકારી જીન–પ્રતિમાના દર્શન અને પૂજા-ભક્તિને અનંત લાભ મળી શકે છે. આપે આજે જૂદા જુદા વિષય ઉપર વિસ્તારથી વિવેચન કરી મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેને બદલે હું કઈ રીતે વાળી શકું તેમ નથી.
સૂરિ–અદલાની આશાથી જ આ વાર્તાલાપ થાય છે એમ માની લેવાની જરૂર નથી. કેઈ જીજ્ઞાસુ પ્રશ્ન કરે તેને ચચિત ઉત્તર આપ એ અમારું પવિત્ર કર્તવ્યજ છે જેઓ લોભ કે પાખંડને વશીભૂત થઈ ખરી વાત છુપાવે છે તેઓ
For Private And Personal