________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય–સ્ત્રીને કુસુંબી વસ્ત્ર પહેરવું હોય તે
સૂર–તે તેણે પુષ્ય, પુનર્વસુ, રોહિણી, ઉત્તરાફાલ્સની, ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદા એટલાં નક્ષત્ર વર્જવાં. કારણકે તેમ નહીં કરવાથી પતિને અસુખ થાય છે
શિષ્ય–વચમાં એક શંકા કરવા બદલ ક્ષમા આપે તે કેટલેક ખુલાસો કરી લઉં.
સૂરિ–જે સ્થળે શંકાનું સમાધાન થઈ શકે તેમ હોય તે સ્થળે મનમાં શંકાનું શલ્ય રાખી મુકવું એ તદ્ન અનુચિત છે. હું તમારી શંકાઓનું સમાધાન કરવા તૈયાર છું. ખુશીથી બેલે.
શિષ્ય–સ્નાન–ક્ષારકર્મ અને વસ્ત્રપરિધાન જેવી બાબતમાં આટલાબધા વિધિઓ અને નિષેધો મુકવાનું શું કારશું હશે તે મારી બુદ્ધિમાં ઉતરતું નથી. એવી બાબતેની સાથે ગ્રહ-નક્ષત્રો વિગેરેને કોઈ સંબંધ હશે કે શાસ્ત્રકારોએ પિતાની મતિ પ્રમાણે વિધિ-નિષેધ ઘડી કહાવ્યા હશે.
સૂરિ+આપણે જે પૃથ્વીમાં વસીએ છીએ તેની આસપાસ અનેકાનેક ગૃહ-ઉપગ્રહો અને નક્ષત્રે આવી રહેલાં છે. પૃથ્વીતળ ઉપર વસનાર દરેક પ્રાણ તેની સારી-નરસી અસરને અનુભવ કરે છે. રૂતુને ફેરફાર એ વસ્તુત: ગ્રહોનક્ષત્ર અને વાતાવરણને જ ફેરફાર છે. એ ફેરફારને લીધે આપણું જીવન ઉપર કેવી અસર થાય છે તેને થોડેઘણે અનુભવ સૈ કેઈને થઈ ચુક્યું હોય છે. એક રાત્રી–દિવસમાં જ કેટલું
For Private And Personal