________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવક વિલાસ.
કરવા જોઈએ. એમ કરવાથી પિતાનું પૂર્વભવનું પુણ્ય પ્રેક્ષકોની દ્રષ્ટિએ ડુંડે છે અને પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી સંપત્તિને જોઈ લેકે પુણ્યની મહત્તા પીછાનવા લાગે છે,
શિષ્યમંદિરમાં જતાં સાથમાં બીજી કઈ સામગ્રી
રાખવી?
રિ–ખાલી હાથે મંદિર જેવા પવિત્ર સ્થાનોમાં ન જવું જોઈએ. ફળ-ફૂલ અથવા અક્ષત જેવી વસ્તુઓ દેવ સમીપે ધરવાથી આત્મા ઉલ્લાસ પામે છે. જો કે દેવને તે વસ્તુની કશી જરૂર નથી હોતી તથાપિ આપણું ચિત્તની શુદ્ધિ અને ભાવબળ ખીલવવામાં એ નિમિત્તભૂત થાય છે.
શિષ્ય-રેગાદિ કારણથી મંદિરમાં ન જવાય તે પ્રતિનિધિ મેકલવાથી ગરજ સારે ખરી?
—કેટલાક લેભાગુ પંડિત એકની બાધા બીજા પાસે પળાવવાની વ્યવસ્થા, લોભ લાલચને વશીભૂત થઈ આપે છે એમ સાંભળવામાં આવ્યું છે, પરંતુ તેમ કરવું એ દયાજનક અજ્ઞાનતા છે. એકની પ્રતિજ્ઞા અન્ય મનુષ્ય પાળે એથી મૂળ પ્રતિજ્ઞા કરનારને કેવી રીતે લાભ મળે? તેવી જ રીતે તમે ધર્મકાર્ય ન કરે પણ તમારા કર-ચાકર પાસે કરાવે તો તેથી તમારી આત્મપરિણતિ કેવી રીતે સુધરે ? સ્થળ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તે પ્રતિનિધિથી બની શકે, પરંતુ આત્મશુદ્ધિ અને ધર્મભાવ જેવી સૂક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ પ્રતિનિધિ દ્વારા મેળવી કાકાય એવી કલ્પના કરવી એ ઘોર અજ્ઞાનતા છે. શાસ્ત્રમાં ખુલ્લી
For Private And Personal