________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૧ રીતે કહેવામાં આવ્યું છે કે “આપણી સ્ત્રીને વિષે પુત્ર ઉત્પન્ન કરે, સ્વામીની સેવા કરવી, વૃદ્ધ માત-પિતાનું પાલન કરવું અને ધર્મકૃત્ય આદરવું એ ચાર કાર્યોમાં પ્રતિનિધિપણું ચાલી શકતું નથી. રેગાદિ કારણે કદાચ ન જવાય છે તેથી બહ હાની નથી, પરંતુ એવા ધર્મકાર્યો પ્રતિનિધિ મારફત થઈ શકે છે એ વિચારને હૃદયમાં સ્થાન સરખું પણ ન મળવું જોઈએ.
શિષ્ય–સ્નાન કર્યા પછી તરત મંદિરે જઈ પૂજા કરવી હોય તે તે કેવા વિધિથી કરવી તે જરા કહેશે? - ' સૂરિ–શુદ્ધ વસ્ત્ર પહેરી, મન શુદ્ધ કરી, નાસ્તીક, વ્યસની વિગેરે લોકોની દ્રષ્ટિથી વેગળા રહી પૂજાગ્રહની અંદર કુલ વિગેરે સામગ્રી બરાબર રાખી દ્વારની જમણું બાજુએ ઉભા રહી ઉંબરાનું પૂજન કરવું પછી ઉંબરાને પગને સ્પર્શ થવા ન દેતા જમણે પગ આગળ મુકીને અંદર જવું. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ કરીને સુગંધી તથા મધુર સામગ્રીથી માનપણે દેવની પૂજા કરવી.
શિષ્ય–ઘરમંદિર કરાવવું હોય તે ખાસ કરીને કર્યો ભાગ પસંદ કરે જોઈએ?
સૂરિ—ઘરમાં પ્રવેશ કરતાં ડાબા હાથ ઉપર દેવમંદિર કરવું. તેની રચના અને હર હોવી જોઈએ, એટલું જ નહીં પણ ઘરની ભૂમિથી મંદિરની ભૂમિ દેઢ હાથ ઉંચી જઈએ.
શિષ્યએ કથનને હેતુ સહેલાઈથી સમજી શકાય છે. હવે પૂજા વિધિ સંક્ષિપ્તમાં સંભળાવે.
-
જ - ૧ -
For Private And Personal