________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરે શિવ સંવાદ. હાય અને ક્ષારકર્મ કરાવવું હોય તે તે વખતે નક્ષત્ર આદિને બાધ કેવી રીતે પરીહર?
સૂરિ–તેને પણ ખુલાસે છે. શાસ્ત્રમાં ખુલ્લું કહેવામાં આવ્યું છે કે ઉત્તમ પુરૂષની આજ્ઞા હૈય, વિવાહ-ઉત્સવ હોય અને પિતાને સ્વામી આપે તે તે વસ્ત્ર પહેરવામાં તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્રમા કે વિશિષ્ટિ ઇત્યાદિકનો વિચાર ન કરવા. વળી, રાજાની આજ્ઞાથી ક્ષાર કર્મ કરાવવું પડે તે નક્ષત્ર જોવાય નહીં, કેટલાક શુભાથી લેકેએ કહ્યું છે કે તીથને વિષે અથવા શોકને લીધે ક્ષાર કરાવવું હોય તે એ નક્ષત્રનો બાધ જેવું નહીં.
શિષ્ય–વસ્ત્રને જ વિષય જ્યારે નીકળે છે ત્યારે હું પુછી લઉં છું કે કોઇનાં ઉતરેલાં વસ્ત્રો તથા પગરખાં વિગેરે ન પહેરવાને જે રીવાજ છે તેમાં શું હેતુ હશે?
સૂરિ–કારણ કે તેમ કરવાથી લેનારના મનમાં દીનતાને પ્રવેશ થાય છે. પિતે દરિદ્ર હેઈ બીજાની કૃપાને લીધે પિતે નભી શકે છે એવી નબળાઈ તેના આત્મામાં આવે છે. બીજાનાં ઉતરેલાં વસ્ત્ર તથા પગરખા પહેરનાર માણસ સદા દીન-દરિદ્રજ રહે છે, એમ કહેવામાં નીતિકારને કંઈક ઉડે આશય હોય એમ સમજાય છે. શિષ્ય-તે પછી કેવા વસ્ત્રનું દાન કરવું?
સૂરિ–વસ્ત્રદાન એ બહુ ઉપકારક દાન છે. પણ જે વસ્ત્ર દાનાર્થે આપવું હોય તે વસ્ત્ર દાન કરનારના પિતાના પરિશ્રમથી તૈયાર થયેલું હોવું જોઈએ એ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે.
For Private And Personal