________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. તે આપણા સેંકડો દ નીહાળવા છતાં આત્મવત્ ગણી પાલન-પોષણ કરી મનુષ્ય બનાવે છે.
સૂરિ–ખરા દીલથી વડીલ અને વૃદ્ધોની સેવા કરનારાઓ યથાર્થ સેવકે બની શકે છે, તેઓ જ વિશ્વની સેવા કરી પરમ ફળની પ્રાપ્તિ કરી શકે છે. મારે હવે તમને એ સંબંધ વિશેષ કંઈ કહેવાપણું રહેતું નથી. આજે એ વિષયને એટલેથી બંધ કરી, ચાલે દેવ દર્શન કરી આવીએ.
(૨) શિષ્ય—-આપે ગઈ કાલે દેવદર્શન નિમિત્તે તૈયાર થવાની સૂચના આપી તેજ વખતે મને એ વિષે આપની પાસેથી કેટહુંક જાણી લેવાની ઈચ્છા ઉદ્દભવી હતી, પરંતુ અનુકુળતા ન હોવાથી મેં તત્ સંબંધે કાંઈ પ્રશ્ન કર્યો ન હતે.
સૂરિ–શ્રાવકનાં પ્રાતઃ કૃત્યેમાં સ્નાનવિધિ પણ આવી જાય છે. દેવમંદિરમાં જતાં પહેલાં દરેક શ્રાવકે પિતાના અંગેપાંગે જળસ્નાન વડે શુદ્ધ કરી લેવા જોઈએ. સ્નાન કરવાનું
સ્થાન જીવ-જંતુથી રહિત અને સ્વચ્છ હોવું જોઈએ. સ્નાન ત્રણ પ્રકારનાં છે. શિરાસ્નાન એટલે મસ્તક પર્યતનું સ્નાન, બીજું કંઠસ્નાન, એટલે ગળા સુધીનું સ્નાન અને ત્રીજું અવથવ સ્નાન એટલે મલીન અવયની જ શુદ્ધિ કરી લેવી તે. અર્થાત્ આ ત્રણ સ્નાનમાં આરોગ્યને અનુકૂળ આવે તેવું સ્નાન કરી લેવું. કદાચ એ ત્રણ સ્નાનમાંથી એક પણ સ્નાનની અનુ
For Private And Personal