________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
બરિ શિષ્ય સંવાદ.
છિદ્રો વાટે પસીને બહાર છુટે છે અને તેથી દેહમાં વિકાર ઉપજવાનો ભય ટળી જાય છે. વેદકશાસ્ત્રમાં તેલાવ્યંગનું બહુ માહાઓ ગાવામાં આવ્યું છે.
શિષ્ય–તેલના મર્દનથી એ સિવાય બીજું કાંઈ ઉપકાર થતા હશે?
સૂરિ–-પિતાના હાથે મર્દન કરવાથી આખા શરીરને કસરત મળે છે તેથી અંગોપાંગ સુદ્રઢ બને છે. વૈદ્યક શાસ્ત્રમાં કહ્યું છે કે આખા શરીરે તેલનું મર્દન ન થઈ શકે તે પછી હાથ–પગની પેની તથા કર્ણદ્વયમાં યથાવિધિ તેલ મર્દન કરવું એ આવશ્યક છે. જેઓ નિત્ય આવા અભંગની સાથે સ્નાનાદિ કિયાઓ કરે છે, તેમને ત્વચાના સંબંધી કદિ ફરીયાદ કરવી પડતી નથી. આજકાલ આપણું શારીરિક સ્થિતિ નબળી થતી આપણે પ્રત્યક્ષ નીહાળીએ છીએ. લોકોને સાત્વિક–શુદ્ધ દ્રવ્યો મળી શક્તાં નથી. છતાં બીજી તરફ શરીરને નુકશાન કરે એવાં - વ્યસને અને ઉ ખાનપાનને છુટથી પ્રચાર થતું જાય
છે. લેકે જે તેલાવ્યંગની સાથે આહાર-વિહારની વ્યવસ્થા રાખે તે શરીર સંબંધી ફરીયાદ દૂર થયા વિના રહે નહીં.
શિષ્ય–આપે શુદ્ધ જળથી સ્નાન કરવાનું સૂચવ્યું, પણ તે શુદ્ધ જળ કેને કહેવું ?
સૂરિ–ચંડાળાએ અથવા હલકાં કામ કરનારાઓએ જે જળ ઓળી અને બગાડી નાંખ્યું હોય, જે જળ વૃક્ષોથી સદા ટંકાયેલું રહેતું હોય અને જેમાં વાળા બાઝી ગઈ હોય તેવા
For Private And Personal