________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
જે મળશુદ્ધિ થતી હોય તે પછી ગરમ જળ પીવામાં કોઈ હરકત ખરી ?
સૂરિ–પ્રારંભમાં કદાચ ગરમ જળ આંતરડાઓ ઉપર અસર કરે અને સ્વસ્થતાના જેવું જણાય, પરંતુ એકંદરે તેની અસર બહુ નુકશાનકર્તા થાય છે. કારણ કે ગરમ જળનો અભ્યાસ થઈ જવાથી આંતરડાઓ તદ્દન દુર્બળ અને હઠીલા બની જાય છે. દુર્બળ અશ્વને ઉપરાઉપરી ચાબુકના પ્રહાર પડે તે તે પ્રહારને લીધે ઘડીભર દોડવા લાગે, પણ તે તેની સ્વાભાવિક ગતિ તે નજ કહેવાય. પ્રહારેનું પરિણામ એ આવે કે અંતે તે અશ્વ છેક શક્તિરહિત બની જાય. ગરમ જળ જેવા ઉપાય તેમજ એવા બીજા કેટલાક ઉપચારો શરૂઆતમાં સુફી બતાવે, તે પણ ડાહ્યા પુરૂષે તેને યથાસાધ્ય વર્જવાનું જ પસંદ કરે છે.
શિષ્ય–મળશુદ્ધિને માટે ચોક્કસ સમય મુકરર કરી શકાય કે કેમ?
સૂરિ–મળેત્સર્ગ એ એક સ્વાભાવિક ક્રિયા છે. તેનો અસ્વાભાવિક રીતે રોધ કરવાથી ભયંકર દર્દી ઉત્પન્ન થાય છે.
અધોવાત, વિષ્ટા, તૃષા, છીંક, હેડકી, નિદ્રા, ઉધરસ, શ્રમજનિત શ્વાસ, બગાસું, અશુપાત વિગેરે સ્વાભાવિક કિયાઓ ઉપર બળાત્કાર નહીં કરે જોઈએ. મનુષ્ય કામ-ધંધામાં મશગુલ બની, કેટલીકવાર એ સ્વાભાવિક હાજતે ઉપર અકુદરતી દબાણ મુકે છે, પણ તેનું પરિણામ વિવિધ વ્યાધીઓ રૂપે એવું
For Private And Personal