________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ગઈ. હવે જે આને આજ વાત તેણે પિતાના સુજ્ઞ પતિ કે સંદગુરુ પાસે કરી હતી તે તેને કેટલા બધા લાભ થાત, એ અમે સારી રીતે સમજી શકીએ છીએ. મતલબ કે એવી વાતે જ્યાં ત્યાં કયો કરવાથી લાભને બદલે નુકશાન જ થાય છે, એ વાત ધ્યાનમાં રાખવી. શિષ્ય–આપે કહ્યું કે શરીરમાં વ્યાધી રહ્યા કરતો હોય, તે રાત્રી બેચેનીમાં પસાર થાય છે. વ્યાધીનું મૂળ હોટે ભાગે મળ–પ્રકોપ હોય છે, એ મળ–પ્રકોપ ન થાય એ કાંઈ સરળ ઈલાજ બતાવશે?
સૂરિ–વત્સ ! જેઓ આપણું પ્રાચીન શાસ્ત્રોને અભ્યાસ કરે મુકી દઈ, આરોગ્ય અને સુખને માટે સંપૂર્ણ આડા-અવળાં ફાંફા મારે છે, તેઓ કદાપિ સંપૂર્ણ આરોગ્ય અને સુખ મેળવી શકતાં નથી. બીજી વાત કરવાથી વિષયાંતર થશે. હાલ પ્રસંગોપાત એટલું જ કહીશ કે મળશુદ્ધિને માટે આપણા આર્ય–શોધકોએ જે એક સરળ અને અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે, તે ઉપાય જે નિયમિતપણે ચાલુ રાખવામાં આવે તે હું ધારું છું કે પેટનાં અને માથાના અસંખ્ય દર્દો દૂર થયા વિના ન રહે? એ ઉપાય પણ એવા સહજ અને સરળ છે કે એક ઝુંપડીમાં વસનાર તદ્દન કંગાળ પણ તેને લાભ લઈ શકે !
શિષ્ય–તે ઉપાય કૃપા કરીને જલદી બતાવી છે ! હું તે સાંભળવાને બહુ ઉત્સુક છું.
For Private And Personal