________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
સરિ-તારી ઉત્સુકતા જોતાં મને લાગે છે કે, જ્યારે તું તે ઉપાય સાંભળશે ત્યારે તારા આશ્ચર્યને પાર નહીં રહે. લેકેને સ્વાભાવિક અને સહજસાધ્ય કુદરતી ઉપાયોમાં બહુ શ્રદ્ધા રહેતી નથી, એ ખરેખર દુર્ભાગ્યને વિષય છે?
શિષ્ય–મને આપની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે. આપ જે કહેશો તે વ્યાજબી જ હશે, એમ હું અંત:કરણથી સ્વીકારું છું.
સૂરિ–સાંભળ ત્યારે, પ્રાત:કાળમાં ઉઠી જળપાન કરવાથી મળ–દેષ અનાયાસે દૂર થઈ જાય છે. જળપાન કેટલું કરવું એ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. કેટલાકે તે ધરાઈને જળપાન કરવાનું કહે છે, જ્યારે કેટલાકે આઠ ખોબા પાણું પીવાનું કહે છે. પ્રારંભ કરનારાઓએ ધીરે ધીરે જળપાનનો અભ્યાસ કરે જોઈએ. શિષ્ય–જળપાનને કાંઈ વિધિ હશે કે નહીં?
સૂરિ–જળ એવી નિર્દોષ વસ્તુ છે કે, તે સંબંધે બહુ ભય રાખવાનું કારણ રહેતું નથી. અલબત્ત આટલી વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કે જળપાન કર્યા પછીનિદ્રાન કરવી જોઈએ. તેમજ પરિશ્રમ પડે એવું કાર્ય ન કરવું જોઈએ. પ્રાતઃકાળના સમયમાં શાસ્ત્રીય વાતને વિચાર કરવાથી તેમજ પવિત્ર પુરૂષના જીવનચરિત્રનું સ્મરણ કરવાથી આત્માની સઘળી ગ્લાની દૂર થાય છે. એટલા માટે જળપાન ક્યો પછી સ્વસ્થ ચિત્તે બેસી ધાર્મિક વિયેનું મનન કરવું, એ વધારે હિતાવહ છે.
શિષ્ય–ઠંડા જળને બદલે ગરમાગરમ પાણી પીવાથી
For Private And Personal