________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૦
વિવક વિલાસ.
સૂરિ——ગાડીમાં જવાથી ખુલ્લી હુવાના લાભ મળે, પણ તેથી દેહને કસાવાપણું મળતુ નથી. અશ્વ ઉપર બેસીને મ્હાર મેદાનમાં નીકળી પડવું એ અલમત્ત ઉપયાગી છે. તેમ કરવાથી આપણા અંગને તથા અશ્વને પણ કસરત મળે છે, પરંતુ સૈા કરતાં સરસ રીત તેા એજ છે કે, જે વડે શરીરના તમામ અગા—પાંગાને મહેનત પહોંચે અને પસીના છુટવા પામે, એવી વ્યાયામ કરવી જોઇએ. જુએ, આજે તમારૂ શરીર કેટલું ૬ળ તથા નિસ્તેજ જણાય છે? પાંચશેર ભાર હાથમાં ઉપાડી પાંચ પગલાં ચાલતાં પણ તમે હાંકી જાઓ છે? ક્યાં ગયા તમારા પૂર્વના જુસ્સા ? ક્યાં ગયું તમારૂં પૂર્વનું અંગમળ ? વૈભવમાં પડવાથી અને નિત્ય ગાદી ઉપર પડ્યા રહેવાથી તમે તમારૂં અગખળ તથા તેની સાથે મનેાખળ પણ ગુમાવી દીધું છે? તમને આજે મ્હારનું જગત્ મનુષ્યત્વહીન માની બેઠું છે અને ખરૂ જોતાં તમારામાં કઇ પણ પ્રકારનુ એવું સામર્થ્ય નથી રહ્યું કે, જગત્ની ઇતર પ્રજા તમને એક પ્રજા તરીકે મત આપે..
શિષ્ય—અમારાં દેહ દુર્ગંળ અન્યાં છે, એ વાત કબૂલ કરીએ, પણ તેની સાથે અમારાં મનમાં દુર્બળતાએ પ્રવેશ કર્યો છે, એમ કેવી રીતે કહી શકાય ?
સૂરિ———દેહ અને મનને પરસ્પરમાં કેવા નિકટના સબધ છે તે તમે નથી જાણતા તેથીજ આવા ઉદ્દગાર કહાડા છે. એક-બીજાની દુ ળતાની અસર પરસ્પરને કદિ પણ થયા વિના રહેતી નથી. તમે જ્યારે અશક્ત બની માંદગીને બીછાને
For Private And Personal