________________
ન્યાયશાસ્ત્રના વિકાસને અપનાવી એમણે જન શ્રતને તર્કબદ્ધ કર્યું છે, અને ભિન્ન ભિન્ન વિષય ઉપર અનેક પ્રકરણ લખી, જૈન તત્વજ્ઞાનના સુમ અભ્યાસને માર્ગ તૈયાર કર્યો છે.
ગણી યશોવિજય ઉપરના વાચક યશોવિજયથી જુદા છે. એ કયારે થયા તે માલૂમ નથી, એમના વિષે બીજી પણ
એતિહાસિક માહિતી અત્યારે કાંઈ નથી. of યશોવિના એમની કૃતિ તરીકે અત્યારે ફક્ત તત્વાર્થ
સૂત્ર ઉપરને ગૂજરાતી બે પ્રાપ્ત છે; આ ઉપરાંત એમણે બીજું કાંઈ રચ્યું હશે કે નહિ તે જ્ઞાત નથી. રબાની ભાષા અને શૈલી જોતાં તેઓ ૧૭-૧૮ મા સૈકામાં થયા હોય એમ લાગે છે. એમની નોંધવા જેવી વિશેષતા બે છેઃ
૧. જેમ વાચક યશોવિજયજી વગેરે શ્વેતાંબર વિદ્વાનોએ અષ્ટસહસ્ત્રી જેવા દિગંબરીય ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે, તેમ એ ગણુ યશોવિજયજીએ પણ તત્ત્વાર્થના દિગંબરીય સર્વાથસિદ્ધિમાન્ય સૂત્રપાઠને લઈ તેના ઉપર માત્ર સૂત્રના અર્થ પૂરત બે લખે છે; અને દબો લખતાં તેમણે જ્યાં જ્યાં તાબર અને દિગંબરનો મતભેદ કે મતવિરોધ આવે છે, ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રને અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે.
૨. આજ સુધીમાં તત્વાર્થસત્ર ઉપર ગૂજરાતીમાં તમે લખનાર પ્રસ્તુત યશવિજય ગણું જ પહેલા આવે છે; કારણકે તેમના સિવાય તત્વાર્થસૂત્ર ઉપર કોઈનું ગુજરાતીમાં કાંઈ લખેલ અદ્યાપિ જાણવામાં આવ્યું નથી.