________________
૧૯૪ : ' તત્વાર્થસૂત્ર
'અજીવ એ જીવનું વિરોધી ભાવાત્મક તત્ત્વ છે. તે માત્ર અભાવાત્મક નથી.
ધર્મ આદિ ચાર અજીવ તત્વોને શસ્તિ કહેવાને અભિપ્રાય એ છે કે, તે તત્વ માત્ર એક પ્રદેશરૂપ અથવા એક અવયવરૂપ નથી કિન્તુ પ્રચય એટલે કે સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે તે પ્રદેશપ્રચયરૂપ છે અને પુદ્ગલ અવયવરૂપ તથા અવયવપ્રચયરૂપ છે.
અજીવ તત્વના ભેમાં કાળની ગણના કરી નથી; કેમ કે કાળ તત્ત્વરૂપ છે કે નહિ એ વિષયમાં મતભેદ છે. જે આચાર્ય એને તત્ત્વ માને છે તે પણ તેને ફક્ત પ્રદેશાત્મક માને છે, પ્રદેશ પ્રચયરૂપ નહિ. એથી એમના મતે પણ અસ્તિકાની સાથે કાળને ગણવો યુક્ત નથી; અને જે આચાર્ય કાળને સ્વતંત્ર તત્ત્વ માનતા નથી તેમના મતે તે તત્વના ભેદમાં કાળની ગણના થાય જ શી રીતે?
પ્ર–શું ઉપરનાં ચારે અજીવતો બીજાં દર્શને પણ માન્ય છે?
ઉ–નહિ, આકાશ અને પુગલ એ બને તો તે વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શને પણ માન્ય છે, પરંતુ
મૌસ્તિકાય અને અધમૌસ્તિકાય એ બને તો જૈનદર્શન સિવાય બીજું કોઈપણ દર્શન માનતું નથી. જૈનદર્શને જેને આકાશાસ્તિકાય કહે છે, તેને બીજા દર્શને આકાશ કહે છે. પગલાસ્તિકાય એ સંજ્ઞા પણ ફક્ત જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજા દર્શનેમાં એ તત્ત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોને ઉપયોગ થાય છે. [૧]