Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 520
________________ ૩૫” અધ્યાય - સૂત્ર ૭ અનુપ્રેક્ષા એટલે ઊંડું ચિંતન જે ચિંતન તાત્વિક અને ઊંડું હોય, તે તે દ્વારા રાગદ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે છે; તેથી એવા ચિંતનને સંવરના ઉપાય તરીકે વર્ણવેલ છે. જે વિષયનું ચિંતન જીવનશુદ્ધિમાં વિશેષ ઉપયોગી થવાનો સંભવ છે, તેવા બાર વિષય પસંદ કરી તેમનાં ચિતનેને બાર અનુપ્રેક્ષા તરીકે ગણાવેલાં છે. અનુપ્રેક્ષાને ભાવના પણ કહેવામાં આવે છે. એ અનુપ્રેક્ષાઓ નીચે પ્રમાણે છે: ૧. કોઈ પણ ભળેલી વસ્તુને વિયાગ થવાથી દુખ ન થાય, તે માટે તેવી વસ્તુમાત્રમાથી આસક્તિ ઘટાડવી આવશ્યક છે; અને એ ઘટાડવા જ શરીર અને ઘરબાર આદિ વસ્તુઓ તેમજ તેમના સબધે એ બધુ નિત્ય –સ્થિર નથી એવું ચિંતન કરવું, તે “અનિત્યાનુપ્રેક્ષા. ૨. માત્ર શુદ્ધ ધર્મને જ જીવનના શરણ તરીકે સ્વીકારવા માટે, તે સિવાયની " બીજી બધી વસ્તુઓમાંથી મમત્વ ખસેડવું આવશ્યક છે; તે ખસેડવા માટે જે એમ ચિંતવવું છે, જેમ સિંહના પંજામાં પડેલ હરણને કાંઈ શરણું નથી, તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત એ હું પણ હમેશને માટે અશરણું છું, ને અશરણાનુપ્રેક્ષા” ૩. સંસારતૃષ્ણા ત્યાગ કરવા માટે સાંસારિક વરતુઓમાં નિર્વેદ અથત ઉદાસીનપણું કેળવવું જરૂરી છે, અને તે માટે એવી વસ્તુઓમાથી મન હટાવવા જે એમ ચિતવવું કે, આ અનાદિ જન્મમરણની ઘટમાળમાં ખરી રીતે કોઈ સ્વજન કે પરજન નથી, કારણ કે દરેકની સાથે દરેક જાતના સંબધે જન્મ જન્માંતરે થયેલા છે, તેમ જ રાગદ્વેષ અને મેહથી સંતપ્ત પ્રાણીઓ વિષયતૃષ્ણાને લીધે એકબીજાને

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588