________________
૩૯૨
તાવાર્થ સૂત્ર થયેલું છે. તેમને યથાયોગ્ય સવરદ્વારા અભાવ થઈ શકે છે, અને તપ ધ્યાન આદિ દ્વારા નિર્જરા પણ સધાય છે.
મોહનીય આદિ પૂર્વોક્ત ચાર કર્મોનો આત્યંતિક ક્ષય થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ પ્રગટે છે, તેમ છતાં તે વખતે વેદનીય આદિ ચાર કર્મો બહુ જ વિરલ રૂપમાં શેષ હેવાથી મેક્ષ નથી હે તે માટે તે એ શેષ રહેલ વિરલ કર્મોને ક્ષય પણ આશ્યક છે. જ્યારે એ ક્ષય થાય છે, ત્યારે જ સંપૂર્ણ કર્મોને અભાવ થઈ, જન્મમરણનું ચક્ર બંધ પડે છે. એ જ મેક્ષ છે. રિ-૩] .
હવે અન્ય કારણેનુ કથન કરે છેઃ
औपशमिकादिभव्यत्वाभावाचान्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः ।।
ક્ષાયિકસમ્યકત્વ, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને સિદ્ધત્વ સિવાયના ઔપશમિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મોક્ષ પ્રગટે છે.
પપૈકલિક કર્મના આત્યંતિક નાશની પેઠે તે કર્મ સાથે સાપેક્ષ એવા કેટલાક ભાવેને નાશ પણ મેક્ષપ્રાપ્તિ પહેલાં આવશ્યક હોય છે. તેથી જ અહીં તેવા ભાવના નાશનું મેક્ષના કારણ તરીકે કથન છે. એવા ભાવે મુખ્ય ચાર છેઃ ઔપથમિક, ક્ષાપથમિક, ઔદયિક અને પારિણમિક. આમાં ઔપથમિક આદિ પ્રથમ ત્રણ પ્રકારના તે દરેક ભાવ સર્વચા નાશ પામે છે જ. પણ પરિણામિકભાવની બાબતમાં એ એકાંત નથી. પરિણામિક ભામાંથી ફક્ત ભવ્યત્વને જ નાશ થાય છે, બીજાને નહિ. કારણ કે જીવત્વ, અસ્તિત્વ