________________
૨૯૪ -
તત્ત્વાર્થસૂત્ર , જીવ કર્મથી છૂટયો કે તુરત જ ગતિ કરે છે, સ્થિર રહેતું નથી. ગતિ પણ ઊંચી અને તે પણ લેકના અંત સુધી જ, ત્યારપછી નહિ, આવી શાસ્ત્રીય માન્યતા છે. એમાં પ્રશ્ન થાય છે કે, કર્મ કે શરીર આદિ પૌલિક પદાર્થોની મદદ વિના અમૂર્ત જીવ ગતિ કેવી રીતે કરે? અને કરે તે ઊર્ધ્વ ગતિ જ કેમ, અધોગતિ કે તીરછી ગતિ કેમ નહિ ? આ પ્રશ્નોને ઉત્તર અહીં આપવામાં આવ્યા છે.
છવદ્રવ્ય એ સ્વભાવથી જ પુતલવ્યની પેઠે ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલો જ છે કે પુલ સ્વભાવથી અધોગતિશીલ અને જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિશીલ છે. જીવ ગતિ ન કરે અથવા નીચી યા તીરછી દિશામાં ગતિ કરે છે તે તે અન્ય પ્રતિબંધક દ્રવ્યના સંગને લીધે યા બંધનને લીધે એમ સમજવું. એવું દ્રવ્ય તે કર્મ. જ્યારે કર્મને સંગ છૂટયો અને તેનું બંધન તૂટયું ત્યારે કઈ પ્રતિબંધક તો નથી જ રહેતું એટલે મુક્ત જીવને પિતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરવાનો પ્રસંગ આવે જ છે. આ પ્રસંગે પૂર્વ પ્રયોગ નિમિત્ત બને છે એટલે એ નિમિત્તથી મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. પૂર્વ પ્રયોગ એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલો વેગઆવેશ. જેમ કુંભારે લાકડીથી ફેરવેલો ચાક લાકડી અને હાથ ઉઠાવી લીધા પછી પણ પ્રથમ મળેલ વેગને બળે વેગના પ્રમાણમાં ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત જીવ પણ પૂર્વકર્મથી આવેલ આવેશને લીધે પિતાના સ્વભાવ પ્રમાણે ઉર્ધ્વગતિ. કરે જ છે. એની ઊર્ધ્વગતિ લોકના અંતથી આગળ નથી ચાલતી. તેનું કારણ ત્યાં ધર્માસ્તિકાયનો અભાવ એ જ છે. પ્રતિબંધક કમંદ્રવ્ય ખસી જવાથી જીવની ઉર્ધ્વગતિ કેવી