________________
અધ્યાય ૧૦ - સૂત્ર પ
૩૯ આદિ બીજા બધા પરિણામિક ભાવે મોક્ષ અવસ્થામાં પણ હેય છે. ક્ષાયિકભાવ જો કે કર્મસાપેક્ષ છે, છતાં તેનો અભાવ મોક્ષમા નથી થતે એ જ જણાવવા સૂત્રમા ક્ષાયિક સમ્યકત્વ આદિ ભાવ સિવાયના ભાવોના નાશને મોક્ષનું કારણ કહેલ છે. જો કે સૂત્રમાં ક્ષાયિક વીર્ય, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક સુખાદિ ભાવેનુ વર્જન ક્ષાયિક સમ્યકત્વ આદિની પેઠે નથી કર્યું, છતાં સિહત્વના અર્થમાં એ બધા ભાવેને સમાવેશ કરી સેવાનું હોવાથી એ ભાનુ વર્જન પણ થઈ જાય છે. [૪].
હવે મુક્ત જીવનું મેક્ષ પછી લાગતું જ કાર્ય કહે છેઃ तदनन्तरमृर्व गच्छत्यालोकान्तात् ।।
સંપૂર્ણ કર્મને ક્ષય થયા પછી તુરત જ મુક્ત જીવ લેકના અંત સુધી ઊંચે જાય છે.
સંપૂર્ણ કર્મ અને તદાશ્રિત ઔપથમિક આદિ ભાવ નાશ પામ્યા કે તુરત જ એક સાથે એક સમયમાં ત્રણ કાર્ય થાય છે. શરીરને વિયેગ, સિધ્યમાન ગતિ અને કાન્તપ્રાપ્તિ. [૫]
હવે સિધ્યમાન ગતિના હેતુઓ કહે છે: पूर्वप्रयोगादसङ्गत्वाद्वन्धच्छेदात्तथागतिपरिणामाच्च
પૂર્વપ્રયાગથી, સંગના અભાવથી, બંધન તૂટવાથી અને તે પ્રકારના ગતિપરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે.
૧ આ સૂત્ર પછી સાતમા અને આઠમા નંબરવાળાં બે સૂત્રો દિન બરીય પરંપરામાં છે. એ બને સૂત્રોના અર્થ અને શાબ્દિક વિન્યાસ પ્રસ્તુત સૂત્રના ભાગ્યમાં કહે છે જ.