________________
અધ્યાય ૧૦ - સૂત્ર ૨-૩ ૩૧ ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદ બાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કમી ક્ષય પામે છે. મોહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી જ અન્ય કર્મોને નાશ શક્ય બને છે. કેવલ ઉપગ એટલે સામાન્ય અને વિશેષ બને પ્રકારને સંપૂર્ણ બેધ. આ સ્થિતિ જ સર્વશત અને સર્વશિત્વની છે. [૧]
હવે કર્મના આત્યંતિક ક્ષયનાં કારણે અને મેક્ષનું સ્વરૂપ કહે છે:
बन्धहेत्वभावनिर्जराभ्याम् । २ । कृत्स्न कर्मक्षयो मोक्षः । ३ ।
બંધહેઓના અભાવથી અને નિરાથી કર્મને આત્યંતિક ક્ષય થાય છે.
સંપૂર્ણ કર્મને ક્ષય થવો એ મોક્ષ છે.
એકવાર બધાયેલ કર્મ ક્યારેક ક્ષય ને પામે છે જ; પણ તે જાતનુ કર્મ ફરી બંધાવાને સંભવ હોય અગર તે જાતનું કઈ કર્મ હજી શેષ હેય, ત્યાં સુધી તેને આત્યંતિક ક્ષય થયે છે એમ ન કહેવાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મને અને નવા કર્મને બાધવાની યેગ્યતાને અભાવ મેક્ષની સ્થિતિ કર્મના આત્યંતિક ક્ષય વિના નથી જ સંભવતી. તેથી એવા આત્યંતિક ક્ષયનાં કારણે અહી બતાવ્યાં છે. તે બે છેઃ બંધહેતુઓને અભાવ અને નિર્જરા. બંધહેતુઓને અભાવ થવાથી નવાં કર્મ બંધાતાં અટકે છે, અને નિર્જરાથી પ્રથમ બધાયેલાં કર્મોને અભાવ થાય છે. બંધહેતુઓ મિથ્યાદર્શન આદિ પાંચ છે, જેમનું કથન પહેલાં