________________
તાવાર્થસૂત્ર સ્થાન એક નથી; કારણ કે જન્મદષ્ટિએ પંદરમાંથી જુદી જુદી કર્મભૂમિમાંથી કેટલાક સિદ્ધ થનાર હોય છે અને સંહરણદષ્ટિએ. સમગ્ર ભાનુપક્ષેત્રમાંથી સિદ્ધિ મેળવી શકાય છે.
(અવસર્પિણું આદિ લકિક કાળ): વર્તમાનદષ્ટિએ સિદ્ધ થવાનુ કઈ લૌકિક કાળચક્ર નથી અને એક જ સમયમાં સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જન્મની અપેક્ષાએ અવસર્પિણી ઉત્સર્પિણ અને અનવસર્પિણ અનુસર્પિણીમાં જન્મેલે સિદ્ધ થાય છે. એ જ રીતે સંહરણની અપેક્ષાએ ઉક્ત બધા કાલમાં સિદ્ધ થાય છે.
ત્તિ: વર્તમાનદષ્ટિએ સિદ્ધગતિમાં જ સિદ્ધ થવાય છે. ભૂતદષ્ટિએ જે છેલ્લે ભવ લઈ વિચારીએ, તે મનુષ્યગતિમાંથી અને છેલ્લાના પહેલા ભવ લઈ વિચારીએ, તે ચારે ગતિમાંથી સિદ્ધ થાય છે.
રિરા: એટલે વેદ અને ચિહ. પહેલા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અવેદ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ સ્ત્રી. પુરુષ. નપુંસક એ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય છે. બીજા અર્થ પ્રમાણે વર્તમાનદષ્ટિએ અલિંગ જ સિદ્ધ થાય છે. ભૂતદષ્ટિએ જે ભાવલિંગ અથત આંતરિક ગ્યતા લઈને વિચારીએ તે
લિંગે અર્થાત વીતરાગપણે જ સિદ્ધ થયા છે; અને દ્રવ્યલિંગ અર્થાત બાહ્યશ લઈ વિચારીએ તે સ્વલિંગ અર્થાત જૈનલિંગ, પરલિગ અથોત જૈનેતરપંથનું લિંગ, અને ગૃહસ્થલિગ એમ ત્રણે લિંગે સિદ્ધ થાય છે.
તીર્થઃ કેઈ તીર્થકરશે અને કોઈ અતીર્થ કરરૂપે સિદ્ધ થાય છે. અતીર્થકરમાં કઈ તીર્થ ચાલુ હોય ત્યારે અને કેઈ તીર્થ ચાલુ ન હોય ત્યારે પણ સિદ્ધ થાય છે.