________________
અચાય ૯ - સૂત્ર ૨૯-૩૦ તે તેનું મન ગણતરીના કામમાં અનેક ક્રિયાઓ કરવામાં રોકાયેલું હોઈ, એકાગ્રતાને બદલે વ્યગ્રતાવાળું જ સંભવે છે. તેવી જ રીતે દિવસ, માસ અને તેથી વધારે વખત સુધી ધ્યાન ટકવાની લોકમાન્યતા પણ જૈનપરંપરાને ગ્રાહ્ય નથી; તેનું કારણ તે એમ બતાવે છે કે, વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇન્દ્રિયને ઉપઘાત સંભવત હેવાથી, તે અંતર્મુહૂર્તથી વધારે લંબાવવું કઠણ છે. એક દિવસ, એક અહોરાત્ર કે તેથી વધારે વખત સુધી ધ્યાન કર્યું એમ કહેવાનો અર્થ એટલે જ છે કે, તેટલા વખત સુધી ધ્યાનને પ્રવાહ લંબાય અથીત કોઈ પણ એક આલંબનમાં એક વાર ધ્યાન કરી, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે, અને વળી એ જ રીતે આગળ ધ્યાન કરવામાં આવે, ત્યારે તે ધ્યાનપ્રવાહ લંબાય છે. આ અંતર્મુહૂર્ત કાલપરિમાણ છાઘસ્થિક ધ્યાનનું સમજવું. સર્વજ્ઞમાં ઘટાવાતા ધ્યાનનું કાલપરિમાણ તે વધારે પણ સભ; કારણ કે મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિના સુદઢ પ્રયત્નને વધારે વખત સુધી પણ સર્વજ્ઞ લંબાવી શકે. જે આલંબન ઉપર
ધ્યાન ચાલે, તે આલંબન સંપૂર્ણ દ્રવ્યરૂ૫ ન હતાં તેને એક દેશ-કઈ પર્યાય હાય છે; કારણ કે દ્રવ્યનુ ચિંતન એ તેના કઈ ને કઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે. [૨૭–૨૮]
હવે ધ્યાનના ભેદ કહે છે: आरौिद्रधर्मशुक्लानि । २९ । परे मोक्षहेतू ।३०।
આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ચાર પ્રકાર ધ્યાનના છે.