________________
તરવાથ સત્ર વિશેષતાને લીધે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જ જાય છે. આ રીતે વધતાં વધતાં છેવટે સર્વજ્ઞઅવસ્થામાં નિર્જરાનું પ્રમાણ સૌથી વધારે થઈ જાય છે. કર્મનિર્જરાના પ્રસ્તુત તરતમભાવમાં સૌથી ઓછી નિર્જરા સમ્યગ્દષ્ટિની અને સૌથી વધારે સર્વાની છે. એ દશ અવસ્થાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
૧. જે અવસ્થામાં મિથ્યાદષ્ટિ ટળી સમ્યકત્વ પ્રગટે છે, તે “સમ્યગ્દષ્ટિ. ૨. જેમાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી અલ્પાંશે વિરતિ અર્થાત ત્યાગ પ્રગટે છે, તે “શ્રાવક.' ૩. જેમાં પ્રત્યાખ્યાનાવરણ કપાયના ક્ષપશમથી સવશે વિરતિ પ્રગટે છે, તે “વિરત, ૪. જેમાં અનંતાનુબંધી કષાયને ક્ષય કરવા જેટલી વિશુદ્ધિ પ્રગટે છે, તે અનંતવિજકી” ૫. જેમાં દર્શનમોહને ક્ષય કરવાની વિશુદ્ધિ પ્રગટે છે, તે દર્શનમેહક્ષપક. ૬. જે અવસ્થામાં મેહની શેષ પ્રકૃતિઓને ઉપશમ ચાલતું હોય, તે “ઉપશમક. ૭. જેમાં એ ઉપશમ પૂર્ણ થયે હેય, તે ઉપશાંતમૂહ. ૮. જેમાં મેહની શેષ પ્રકૃતિઓને ક્ષય ચાલતો હોય, તે “ક્ષપક. ૯. જેમાં એ ક્ષય પૂર્ણ સિદ્ધ થયે હોય, તે ક્ષીણમેહ. ૧૦. જેમાં સર્વપણું પ્રગટયું હોય, તે “જિન” [૪૭]
હવે નિર્મચના ભેદ કહે છે?
પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારના નિર્ગથ છે.