________________
૩૮૨
તત્વાર્થસૂત્ર પણું તન શાંત થઈ જાય છે. અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ તે નિષ્પકપ બની જાય છે અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વપણું પ્રગટે છે. જ્યારે સર્વજ્ઞ ભગવાન ગિનિરોધના ક્રમમાં છેવટે સૂક્ષ્મ શરીરયોગને આશ્રય લઈ બીજા બાકીના પેગેને રોકે છે ત્યારે તે સૂમક્રિયાપ્રતિપાતી ધ્યાન” કહેવાય છે, કારણ કે તેમાં શ્વાસઉચ્છવાસ જેવી સૂક્ષ્મ જ શરીરક્રિયા બાકી રહેલી હોય છે, અને તેમાંથી પતન પણ થવાનો સંભવ નથી. જયારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જાય, અને આત્મપ્રદેશનું સર્વથા અકપપણું પ્રકટે, ત્યારે તે “સમુચ્છિક્રિયાનિવૃત્તિ ધ્યાન” કહેવાય છે, કારણ કે એમાં સ્થૂલ કે સૂમ કઈ પણ જાતની માનસિક, વાચિક, કાયિક ક્રિયા હતી જ નથી અને તે સ્થિતિ પાછી જતી પણ નથી. આ ચતુર્થ ધ્યાનને પ્રભાવે સર્વ આસવ અને બંધનો નિષેધ થઈ, શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ, મેક્ષ પ્રાપ્ત થાય છે. ત્રીજા અને ચોથા શુલ ધ્યાનમાં કઈ પણ જાતના ભુતજ્ઞાનનું આલંબન નથી હતું, તેથી તે બન્ને અનાલંબન પણ કહેવાય છે. [૩૯-૪૬]
હવે સમ્યગ્દષ્ટિઓની કર્મનિર્જરાને તરતમભાવ કહે છે:
૧. આ ક્રમ આ પ્રમાણે માનવામાં આવે છેઃ સ્થૂલ કાયયોગના આશ્રયથી વચન અને મનના સ્કૂલ વેગને સૂક્ષમ બનાવવામાં આવે છે, ત્યાર બાદ વચન અને મનના સૂક્ષ્મ યોગને અવલંબી શરીરને સ્કૂલ યાગ સૂમ બનાવાય છે; પછી શરીરના સૂમ યોગને અવલંબી વચન અને મનના સૂમ વેગને નિરાધ કરવામાં આવે છે અને અંતે સૂમ શરીરયોગને પણ નિધિ કરવામાં આવે છે.