________________
(વાર્થસૂત્ર ૧. પૃથકત્વવિતર્કસ વિચાર ૨. એકત્વવિતર્કનિર્વિચાર ૩. સુક્ષ્મક્રિયાપ્રતિપાતી ૪. વ્યુપરતક્રિયાનિવૃત્તિ-સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ.
: પ્રથમનાં બે ગુલધ્યાને આશ્રય એક છે અર્થાત એ બન્ને પૂર્વજ્ઞાનધારી આત્મા વડે આરંભાય છે તેથી જ એ બને ધ્યાન “વિતર્ક અથત કૃતજ્ઞાન સહિત છે. બન્નેમાં વિતર્કનું સામ્ય હોવા છતાં બીજું વૈષમ્ય પણ છે, અને તે એ કે પહેલામાં “પૃથફવ' અર્થાત ભેદ છે; જ્યારે બીજામાં “એકત્વ' અર્થાત અભેદ છે. એ જ રીતે પહેલામાં “વિચાર” અર્થાત સંક્રમ છે જ્યારે બીજામાં વિચાર - નથી. આને લીધે એ બને ધ્યાનમાં નામ અનુક્રમે
પૃથફવિતર્કસવિચાર” અને “એકત્વવિતર્કઅવિચાર’ એવાં રાખવામાં આવ્યાં છે. જ્યારે કોઈ ધ્યાન કરનાર પૂર્વધર હોય, ત્યારે પૂર્વગત શ્રુતને આધારે, અને પૂર્વધર ન હોય ત્યારે પિતામાં સંભવિત શ્રુતને આધારે, કોઈ પણ પરમાણુ આદિ જડ કે આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્વ અમૂર્તવ આદિ અનેક પર્યાયનું દ્રવ્યાસ્તિક, પયયાસ્તિક આદિ વિવિધ ન વડે ભેદપ્રધાન ચિંતન કરે, અને યથાસંભવિત શ્રુતજ્ઞાનને આધારે કઈ એક દ્રવ્યરૂપ અર્થ ઉપરથી બીજા દ્રવ્યરૂપ અર્થ ઉપર કે એક દ્રવ્ય ઉપરથી પર્યાયરૂપ અન્ય અર્થ ઉપર કે એક પર્યાયરૂ૫ અર્થ ઉપરથી અન્ય પર્યાયરૂપ અર્થ ઉપર ચિંતન માટે પ્રવૃત્ત થાય, તેવી જ રીતે અર્થ ઉપરથી શબ્દ ઉપર અને શબ્દ ઉપરથી અર્થ ઉપર ચિંતન માટે પ્રવર્તે, તેમજ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય વેગને અવલબે, ત્યારે તે ધ્યાન પૃથફત્વવિતર્કસવિચાર કહેવાય છે. કારણ કે એમાં “વિતર્ક' અથત શ્રુતજ્ઞાનને