________________
૩૮૮ *
તવાથસૂત્ર હોય તે શુકલ જ હોય. નિગ્રંથ અને સ્નાતકને શુક્લ જ લેસ્થા હોય છે; પણ સ્નાતકમાં જે અગી હેય, તે અલેશ્ય હોય છે. : ૩પપત્ત (ઉત્પત્તિસ્થાન). પુલાક આદિ ચાર નિગ્રંથોનો જઘન્ય ઉપપાત સૌધર્મકલ્પમાં ૧પપમ પૃથફત્વ સ્થિતિવાળા દેવમા છે, ઉત્કૃષ્ટ ઉ૫પાત પુલાકનો સહસ્ત્રાર કલ્પમાં વિશ સાગરેપમની સ્થિતિમાં છે; બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અશ્રુત કલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિમાં છે; કપાયકુશીલ અને નિગ્રંથને ઉત્કૃષ્ટ ઉપપાત સવાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિમાં છે; સ્નાતકને ઉપપાત નિર્વાણ છે.
સ્થાન (સયમના સ્થાને – પ્રકારે) કપાયને નિગ્રહ અને ચાગને નિગ્રહ એ સંયમ છે. સંયમ બધાને બધી વખતે એક સરખો હાઈ ન શકે, કપાય અને યોગના નિગ્રહવિષયક તારતમ્ય પ્રમાણે જ સયમમાં પણ તરતમભાવ હોય છે. જે ઓછામાં ઓછે નિગ્રહ સંયમકેટિમાં આવે છે, ત્યાંથી માંડી સંપૂર્ણ નિગ્રહરૂપ સંયમ સુધીમાં નિગ્રહની તીવ્રતા મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારો સંભવે છે, એ બધા પ્રકારો સંયમસ્થાન કહેવાય છે. એમાં જ્યાં સુધી કપાયને લેશ પણ સંબંધ હોય, ત્યાં સુધીનાં સંયમસ્થાને કષાયનિમિત્તક, અને ત્યાર પછીનાં માત્ર નિમિત્તક સમજવાં. યોગને સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, તે છેલું સંયમસ્થાન સમજવું. જેમજેમ પૂર્વપૂર્વવતી સંયમસ્થાન,
૧ દિગંબરી ગ્ર ગ્રંશે બે સાગરોપમની સ્થિતિ વર્ણવે છે.