________________
અધ્યાય ૯- સૂત્ર ૩૯
૩૭ અનુભવમાં આવતા વિપાકેમાંથી ક ક વિપાક કયા કયા કર્મને આભારી છે તેને, તથા અમુક કર્મને અમુક વિપાક સંભવે તેને વિચાર કરવા મનેયેગ આપ, તે વિપાકવિચયધર્મધ્યાન.' લેકના સ્વરૂપને વિચાર કરવા મનેયોગ આપ, તે “સંસ્થાનવિચ ધર્મધ્યાન.
સ્વામી ધર્મધ્યાનના સ્વામી પરત્વે શ્વેતાંબરીય અને દિગબરીય મતની પરંપરા એક નથી. શ્વેતાંબરીય માન્યતા પ્રમાણે ઉપર સૂત્રમાં કહેલ સાતમા, અગિયારમા અને બારમા ગુણસ્થાનમાં તેમજ એ કથન ઉપરથી સૂચવાતા આઠમા વગેરે વચલાં ત્રણ ગુણસ્થાનમાં એટલે કે એકંદર સાતમાથી બારમા સુધીનાં છ ગુણસ્થાનમાં ધર્મધ્યાન સંભવે છે. દિગંબરીય પરંપરા ચેથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં જ ધર્મધ્યાનને સંભવ સ્વીકારે છે તેની દલીલ એવી છે કે, સમ્યગ્દષ્ટિને શ્રેણીના આરંભ પહેલા જ ધર્મધ્યાન સંભવે છે અને શ્રેણીને આરંભ તો આઠમા ગુણસ્થાનથી થતે હેવાને લીધે આઠમા આદિમા એ ધ્યાન નથી જ સભવતુ. [૩૭-૩૮]
હવે શુક્લધ્યાનનું નિરૂપણ કરે છે. शुक्ले चाये 'पूर्वविदः । ३९ ।
૧. “પૂર્વવિ. એ અંશ પ્રસ્તુત સૂત્રનો જ છે અને તેટલું સૂત્ર જુ નથી, એવું ભાષ્યના ટીકાકારે જણાવે છે. દિગ બરીય પર પરામાં પણ એ અશનું જુદા સ્વરૂપે સ્થાન નથી, તેથી અહીં પણ તેમ જ રાખ્યું છે. છતા ભાષ્ય ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પૂર્વલિઃ ' એ જુદુ જ સૂત્ર છે