________________
* અધ્યાય ૯-સૂત્ર ૩૪
૩૭૫ ઉદ્દભવે તે આ દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે. અનિષ્ટ વસ્તુને સંગ, ઇષ્ટ વસ્તુને વિયાગ, પ્રતિકૂલ વેદના અને ભોગની લાલચ. એ કારણે ઉપરથી આર્તધ્યાનના ચાર પ્રકાર પાડવામા આવ્યા છે. ૧. જ્યારે અનિષ્ટ વસ્તુને સગ થાય છે, ત્યારે તદ્ભવ દુખથી વ્યાકુળ થયેલ આત્મા તેને દૂર કરવા તે વસ્તુ ક્યારે પિતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે “અનિષ્ટસંગ આર્તધ્યાન.” ૨. એ જ રીતે કેઈ ઈષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટેની સતત ચિંતા, તે “ઈવિગઆર્તધ્યાન' ૩. તેમજ શારીરિક કે માનસિક પીડા થાય ત્યારે તેને દૂર કરવાની વ્યાકુળતામાં જે ચિંતા, તે રોગચિ તાઆર્તધ્યાન અને ૪. ભેગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુને મેળવવાને જે તીવ્ર સંકલ્પ, તે “નિદાનઆર્તધ્યાન.
પ્રથમનાં ચાર ગુણસ્થાન, દેશવિરત અને પ્રમસંવત મળી કુલ છ ગુણસ્થાનમાં ઉકત ધ્યાન સંભવે છે, તેમાં વિશેષતા એટલી કે પ્રમત્તસતગુણસ્થાનમા નિદાન સિવાયનાં ત્રણ જ આર્તધ્યાને સભવે છે. [૩૧-૩૫]
હવે રૌદ્રધ્યાનનું નિરૂપણ કરે છે? हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेश
હિંસા, અસત્ય, ચેરી અને વિષયરક્ષણ માટે જે સતત ચિંતા, તે રૌદ્રધ્યાન છે, તે અવિરત અને દેશવિરતમાં સંભવે છે.
પ્રસ્તુત સૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામીઓનું વર્ણન છે. રૌદ્રધ્યાનના ચાર ભેદે તેનાં કારણો ઉપરથી