________________
સ
અધ્યાય - સૂત્ર ૨૭-૨૮ ધાર, ભિન્ન ભિન્ન દિશામાંથી વહેતી હવાની વચ્ચે રહેલ દીપશિખાની પેઠે અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારા-ચિંતાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયોથી હઠાવી કોઈ પણ
એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી, અર્થાત જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અકટાવી એક વિષયગામિની બનાવી દેવી, તે “ધ્યાન છે. ધ્યાન એ સ્વરૂપ સર્વજ્ઞ – છદ્મસ્થમાં જ સંભવે છે, તેથી એવું ધ્યાન બારમા ગુણસ્થાન સુધી હોય છે.
સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયા પછી અર્થાત તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં ધ્યાન સ્વીકારવામાં આવ્યું છે ખરું, પણ તેનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. તેરમાં ગુણસ્થાનના અંતમાં જ્યારે માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિધને કમ શરૂ થાય છે, ત્યારે સ્થૂલ કાયિક વ્યાપારના નિરોધ પછી સૂક્ષ્મકાયિક વ્યાપારના અસ્તિત્વ અને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી” નામનું ત્રીજું શુકલધ્યાન માનવામાં આવ્યું છે, અને ચૌભા ગુણસ્થાનની સંપૂર્ણ અગિપણની દશામાં શશીકરણ વખતે “સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ” નામનું ચોથું શુકલધ્યાન માનવામાં આવ્યું છે. આ બંને ધ્યાને તે તે દશામાં ચિત્ત વ્યાપાર ન હેવાથી છદ્મસ્થની પેઠે એકાગ્રચિંતાનિરોધરૂપ તે નથી જ; તેથી તે બંને દશામાં ધ્યાન ઘટાવવા માટે સૂત્રમાં કહેલ પ્રસિદ્ધ અર્થ ઉપરાંત ધ્યાન શબ્દનો અર્થ વિશેષ વિસ્તારવામાં આવ્યું છે, અને તે એ કે, માત્ર કાયિક સ્થૂલવ્યાપારને રોકવાનો પ્રયત્ન તે પણ ધ્યાન છે, અને આત્મપ્રદેશની નિપ્રકંપતા એ પણ ધ્યાન છે. હજી ધ્યાનની બાબતમાં એક પ્રશ્ન રહે છે અને તે એ કે, તેરમા ગુણસ્થાનના પ્રારંભથી