________________
અધ્યાય - સુર ૨૧ ૨૮
૩૯ દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પૃચ્છા કરવી, તે પ્રચ્છના.”
૩. શબ્દપાઠ કે તેના અર્થનું મનથી ચિંતન કરવું, તે - “અનુપ્રેક્ષા.' ૪. શીખેલ વસ્તુના ઉચ્ચારનું શુદ્ધિપૂર્વક પુનરા
વર્તન કરવું તે “આમ્નાય” અર્થાત પરાવર્તન. ૫. જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું, તે “ધર્મોપદેશ'. અથવા ધર્મનું કથન કરવું, તે ધર્મોપદેશ' [૨૫]
હવે વ્યુત્સર્ગના ભેદે કહે છે : बाह्याभ्यन्तरोपध्योः । २६ ।
બાહ્ય અને આત્યંતર ઉપધિને ત્યાગ એમ બે પ્રકારને ચુત્સર્ગ છે.
ખરી રીતે અહત્વ – મમત્વની નિવૃત્તિરૂપ ત્યાગ એક જ છે, છતાં ત્યાગવાની વસ્તુ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારની હોવાથી, તેના અર્થાત વ્યુત્સર્ગ કે ત્યાગના બે પ્રકાર માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણેઃ ૧. ધન, ધાન્ય, મકાન, ક્ષેત્ર આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવી લેવી, તે “બાલોપધિવ્યુત્સર્ગ' ૨. અને શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમ જ કાષાયિક વિકારેમાથી તમયપણાને ત્યાગ કરે, તે “આત્યંતરપધિવ્યુત્સર્ગ' [૬]
હવે ધ્યાનનું વર્ણન કરે છે उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् । २७ । સામુદૂત ૨૮
ઉત્તમ સંહાનવાળાનું જે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન.
તે મુહૂર્ત સુધી એટલે અંતમુહૂર્ત પર્યત રહે છે.
त २४