________________
અધ્યાય ૯ સુત્ર ૭
૩૫૫ ૨કર્મનાં બંધનોને ખંખેરી નાંખવાની વૃત્તિ દઢ કરવા માટે તેના વિવિધ વિપાકનું ચિંતન કરવું કે, “દુખના પ્રસગે બે પ્રકારના હોય છે. એક તો ઈચ્છા અને જ્ઞાન પ્રયત્ન વિના જ પ્રાપ્ત થયેલા, જેમકે-પશુ, પક્ષી અને બહેરા-મૂગા આદિના દુઃખપ્રધાન જન્મે તથા વારસામાં મળેલી ગરીબી, અને બીજા, સદુદ્દેશથી સજ્ઞાન પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરાયેલા, જેમકે – તપ અને ત્યાગને લીધે પ્રાપ્ત થયેલ ગરીબી અને શારીરિક કૃશતા આદિ. પહેલામાં વૃત્તિનું સમાધાન ન હોવાથી તે કંટાળાનું કારણ બની અકુશલ પરિણામદાયક નીવડે છે, અને બીજા તો સવૃત્તિજનિત હોવાથી તેમનું પરિણામ કુશલ જ આવે છે. માટે અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકમાં સમાધાનવૃત્તિ કેળવવી અને જ્યાં શક્ય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશલ પરિણામ આવે તેવી રીતે સંચિત કમીને ભેગવી લેવાં એ જ શ્રેયસ્કર છે, તે ચિંતન એ “નિર્જરાનુપ્રેક્ષા.” ૧૦. તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે વિશ્વનું વાસ્તવિક સ્વરૂપ ચિંતવવું. તે “લોકાનુપ્રેક્ષા. ૧૧. પ્રાપ્ત થયેલ મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણુ કેળવવા એમ ચિતવવું કે, “અનાદિ પ્રપચ જાળમાં, વિવિધ દુખોના પ્રવાહમાં વહેતા અને મેહ આદિ કર્મોના તીવ્ર આઘાત સહન કરતા જીવને શુદ્ધ દૃષ્ટિ અને શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થવાં દુર્લભ છે, તે “બધિદુર્લભત્યાનુપ્રેક્ષા. ૧૨. ધર્મમાર્ગથી ચુત ન થવા અને તેના અનુષ્ઠાનમાં સ્થિરતા લાવવા એમ ચિતવવું , જેના વડે સંપૂર્ણ પ્રાણીઓનુ કલ્યાણ સાધી શકાય તે સર્વગુણસંપન્ન ધર્મ પુરુષોએ ઉપદેશ્યો છે તે કેટલું મોટું સદ્ભાગ્ય છે, એ “ધર્મસ્વાખ્યાતત્યાનુપ્રેક્ષા [૭]