________________
તરવાથસૂત્ર ૧–૨. ગમે તેવી સુધા અને તૃપાની વેદના છતાં સ્વીકારેલ મર્યાદા વિરુદ્ધ આહારપાણું ન લેતાં સમભાવપૂર્વક એ વેદનાઓ સહન કરવી, તે અનુક્રમે “સુધા” અને “પિપાસા' પરીષહ. ૩-૪. ગમે તેટલી ટાઢ અને ગરમીની મુશ્કેલી છતાં તેને દૂર કરવા અક૯ય કઈ પણ વસ્તુનું સેવન કર્યા વિના જ સમભાવપૂર્વક એ વેદનાએ સહી લેવી, તે અનુક્રમે “શી” અને “ઉણ” પરીષહ. ૫. ડાંસ મચ્છર વગેરે જંતુઓના આવી પડેલ ઉપદ્રવમાં ખિન્ન ન થતાં તેને સમભાવપૂર્વક સહી લે, તે “દંશમશક પરીષહ. ૬. નગ્નપણને સમભાવપૂર્વક સહન કરવું તે “નગ્નત્વ પરીષહ ૭. સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે કંટાળાને પ્રસંગ આવે ત્યારે કંટાળે ન લાવતાં બૈર્યપૂર્વક તેમાં રસ લે, તે “અરતિ પીપહ. ૮. સાધક પુરુષ કે સ્ત્રીએ પિતાની સાધનામાં વિજાતીય આકર્ષણથી
૧ આ પરીષહના વિષયમાં બેતાબર, દિગબર અને સંપ્રદાયમાં ખાસ મતભેદ છે એ જ મતભેદને લીધે તાબર અને દિગંબર એવા નામે પડેલા છે. તાબર શાસ્ત્રો વિશિષ્ટ સાધકો માટે સર્વથા નગ્નપણે સ્વીકારતા હોવા છતા અન્ય સાધકે માટે મર્યાદિત વસ્ત્રાપાત્રની આજ્ઞા આપે છે, અને તેવી આજ્ઞા પ્રમાણે અમૃતિભાવથી વિશ્વપાત્ર સ્વીકારનારને પણ તેઓ સાધુ તરીકે માને છે. જયારે દિગંબર શાસ્ત્રા મુનિનામધારક બધા સાધકો માટે એક સરખું ઐકાતિક નગ્નત્વનું વિધાન કરે છે. નગ્નત્વને “અલક પરીષહ' પણ કહે છે. આધુનિક શોધક વિદ્વાને વસ્ત્રપાત્ર ધારણ કરવાની વેતાંબરીય મતની પરંપરામાં ભગવાન પાર્શ્વનાથની સવશ્વ પરંપરાનું મૂળ જુએ છે, અને સર્વથા નગ્નપણે રાખવાની દિગંબરીય મતની પરંપરામાં ભગવાન મહાવીરની અવશ્વ પરંપરાનું મૂળ જુએ છે.